ઇંગ્લેન્ડની લિમિટેડ ઓવરના કેપ્ટન ઈયન મોર્ગને માન્યું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL )મા રમવાનો ફાયદો તેમની ટીમને મળ્યો છે. ઈયન મોર્ગને કહ્યું કે આ અનુભવનો લાભ ઇંગ્લિશ ટીમને ભારતમાં થનારી T20 વર્લ્ડ કપમાં પણ મળશે.
T20 વર્લ્ડ કપ આસપાસ જ છે અને આશા છે કે દુનિયાની સૌથી મોટી T20 ટૂર્નામેન્ટમાં ભાગ લેતા રહીશું. આપણને તેનાથી અનુભવ અને આત્મવિશ્વાસ મળે છે. તેણે કહ્યું કે દુનિયાના બેસ્ટ ખેલાડીઓ સાથે રમીને ઘણું બધુ શીખવા મળે છે. IPLમા પહેલા કેટલાક વર્ષનો અનુભવ જે હતો, મેં એવું ક્યારેય અનુભવ્યું નથી. મેં આટલા વર્ષમાં ઘણું બધુ શીખ્યું છે.
IPLની 14મી સીઝનમાં પણ ઈયન મોર્ગન કોલકાતા નાઈટ રાઇડર્સની કેપ્ટની કરતો દેખાશે. કોલકાતાની ટીમે આ વખતે ઓક્શનમાં હરભજન સિંહ, બેન કાટિંગ, કરૂણ નાયર જેવા કેટલાક દમદાર અને અનુભવી ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. તો ટીમે શાકિબ અલ હસનને પણ ખરીદ્યો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સના રિટેન ખલાડી :
ઈયન મોર્ગન, દિનેશ કાર્તિક, નીતિશ રાણા, શુભમન ગિલ, રિન્કુ સિંહ, રાહુલ ત્રિપાઠી, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લોકી ફોર્ગ્યુંશન, પેટ કમિન્સ, પ્રસિદ્ધ ક્રિષ્ના, સંદીપ વારિયર, શિવમ માવી,વરુન ચક્રવર્તી, આન્દ્રે રસેલ, સુનિલ નરીન, ટીમ સેફર્ટ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.