જે દવા માટે ટ્રમ્પે ભારતને ધમકી આપી તેના પર ખુદ અમેરિકાના ડોક્ટરોને શંકા

કોરોના વાયરસે આખી દુનિયાને પરેશાન કરી નાંખી છે. હાલમાં કોરોનાની સારવાર માટે કોઈ રસી શોધાઈ નથી. ડોક્ટરો સામાન્ય રીતે મેલેરિયા માટે વપરાતી હાઈડ્રોકસીક્લોરોક્વિન દવાને દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લઈ રહ્યા છે.

અમેરિકામાં કોરોનાના લાખો દર્દીઓ માટે હાઈડ્રોકસીક્લોરોક્વિન દવાની જરુર પડી રહી છે અને આ દવા ભારતમાં મોટા પાયે બને છે. આ દવા જો ભારત અમેરિકાને ના મોકલાવે તો વળતા પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારતને ધમકી આપી છે. સવાલ એ છે કે આ દવા ખરેખર કોરોના સામે લડવામાં અસરકારક

છે. ડોક્ટરો અને વૈજ્ઞાનિકો કહે છે કે, તેના કોઈ સજ્જડ પૂરાવા નથી.

તેમના મતે હજી કોઈ એવી પાકી જાણકારી મળી નથી. હા એટલુ છે કે જયાં કોરોનાનો કહેર વધારે છે ત્યાં આ દવા વાપરવામાં આવી રહી છે. ટ્રમ્પ આ દવા માટે આગ્રહ કરી રહયા છે પણ અમેરિકાના નેશનલ ઈ્નસ્ટિટ્યુટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિસિઝના ડાયરેકટર ડો.એન્થની ફોસી તેનો

વિરોધ કરી રહ્યા છે. તેમના મતે આ દવાની કોરોનાના દર્દી પર થતી અસર શંકાસ્પદ છે. ભારતમાં પણ આ દવા માત્ર કોરોનાના દર્દીઓના સંપર્કમાં રહેનારા લોકો અને હેલ્થ વર્કર્સને જ લેવાની છુટ અપાઈ છે.

આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ છે કે, કોરોના બીમારીમાં દરા અસરકારક છે તેવા પૂરાવા અમારી પાસે નથી. આમ છતા અમે હેલ્થ વકર્સને આ દવા લેવાની છુટ આપી છે. દરેક દવાની સાઈટ ઈફેક્ટ હોય છે એટલે નિયમોનુ પાલન જરુરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.