જે‌.પી નડ્ડાનું એલાન: ભાજપ ,જેડીયુ અને એલજેપી બિહાર ચૂંટણી સાથે મળીને લડશે


બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગઈ છે. આ વચ્ચે બિહાર ભાજપ પ્રદેશ કાર્યસમિતિની બેઠક થઈ. વર્ચુઅલ રીતે થયેલી આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ સામેલ થયા. જે પી નડ્ડાએ કહ્યુ કે બિહાર ચૂંટણી ભાજપ, જેડીયુ અને એલજેપી સાથે મળીને લડશે. સાથે જ તેમણે કહ્યુ કે નીતીશ કુમારના નેતૃત્વમાં બિહાર વિધાનસભા ચૂંટણી લડવામાં આવશે.

બિહાર પ્રદેશ કાર્યસમિતિની બેઠકમાં ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યુ કે જ્યારે પણ ભાજપ, નીતીશ કુમાર અને લોક જનશક્તિ પાર્ટી સાથે આવી છે, આપણી જીત થઈ છે. અમે ત્રણેય પાર્ટી સાથે મળીને ચૂંટણી લડીશુ અને જીતીશુ. ભાજપની સાથે એનડીએના સહયોગી દળ જનતા દળ યુનાઈટેડ અને લોક જનશક્તિ પાર્ટીની પણ ચૂંટણીમાં જીત થશે. સાથે જ જે પી નડ્ડાએ કહ્યુ કે નીતીશ કુમારના નેતૃત્વમાં બિહાર વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે.

સહયોગી દળ પર શુ બોલ્યા નડ્ડા

વિપક્ષ પર કટાક્ષ કરતા જે પી નડ્ડાએ કહ્યુ કે બિહાર અને દેશમાં વિપક્ષ સમગ્ર રીતે સમાપ્ત થઈ ચૂક્યુ છે. વિપક્ષ માત્ર ખોખલી રાજનીતિ કરે છે. સાથે જ જે પી નડ્ડાએ પાર્ટી કાર્યકર્તાઓનો અનુરોધ કર્યો કે તેઓ નાની-નાની મીટિંગ કરે અને ડોર ટુ ડોર કેમ્પેઈન કરે. સૌથી પ્રભાવી કેમ્પેઈન ડોર ટુ ડોર જ હશે. ભાજપ અને નીતીશ કુમાર દ્વારા કરવામાં આવેલા કામને બિહારની જનતા સુધી પહોંચાડવાનુ છે.

જે પી નડ્ડાએ કહ્યુ કે બિહારમાં હજુ લોકડાઉન છે. તેથી 6 સપ્ટેમ્બર બાદ તેઓ બિહાર જરૂર જશે. જે પી નડ્ડાએ કહ્યુ કે ભાજપને પોતાના સહયોગી દળોને પણ જીત અપાવવી પડશે. તેથી તેમણે પોતાની તાકાત લગાવવી પડશે. ભાજપને પોતાના સહયોગી દળને પણ શક્તિ અને તાકાત આપવાની છે. કોરોના સંક્રમણ કાળમાં ચૂંટણી થવાની છે અને આ એક બહુ મોટો પડકાર છે.

કોરોના સંકટ

કોરોના સંકટ પર જે પી નડ્ડાએ કહ્યુ કે અમારી સામે મહામારી, પૂર અને ચૂંટણીનો પડકાર છે. આજે સમગ્ર દેશમાં 10 લાખ કોવિડ-19ની તપાસ દરરોજ થઈ રહી છે. રિક્વરી રેટ દેશમાં 74 ટકા થઈ ગયો છે. ત્યાં બિહારમાં પણ રિક્વરી રેટ 73 ટકાથી વધારે છે. આ માટે સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે શાબાશીને પાત્ર છે. બિહારે મહામારી, આકાશીય વિજળી અને પૂર દરમિયાન સારૂ કામ કર્યુ છે. ભાજપ એકમાત્ર પાર્ટી છે, જે મહામારી દરમિયાન પણ જનતા સાથે જોડાયેલા રહ્યા.

કાર્યસમિતિની બેઠકને સંબોધિત કરતા બિહાર ભાજપ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવે પણ આગામી ચૂંટણીને લઈને ભાજપનો નવો નારો આપ્યો. ભૂપેન્દ્ર યાદવે કહ્યુ કે ભાજપ છે તૈયાર, આત્મનિર્ભર બિહારના સૂત્ર સાથે ભાજપ આ વખતે બિહાર વિધાનસભા ચૂંટણી લડશે.

તેજસ્વી પર નિશાન

સાથે જ ભૂપેન્દ્ર યાદવે આરજેડી નેતા તેજસ્વી યાદવ પર પણ હુમલો કર્યો અને પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે તે વર્ચુઅલ અને ડિજિટલ ચૂંટણી પ્રચાર પ્રસારનો વિરોધ કરી રહ્યા છે તો પછી તેઓ સોશ્યલ પ્લેટફોર્મ પર ફેસબુક અને ટ્વીટર સાથે કેમ જોડાયેલા છે? તેમણે ફેસબુક અને ટ્વીટર છોડી દેવુ જોઈએ. તેજસ્વીની કથની અને કરનીમાં બહુ ફરક છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.