ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વન-ડે શ્રેણીની અંતિમ મેચ રમાઈ છે. ફરી એક વખત ટૉસ ભારતીય કેપ્ટન રોહિત શર્માના પક્ષમાં પડ્યો. તેમણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. સીરીઝની પહેલી બંને મેચમાં પણ રોહિતે બોલિંગ પસંદ કરી હતી. ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી અને બીજી ઓવરમાં બે ઝટકા લાગ્યા અને ત્યારબાદ મધ્યક્રમમાં કેપ્ટન જોસ બટલર ક્રીઝ પર ટકી ગયા અને અન્ય બેટર પણ તેમનો સાથ નિભાવી રહ્યાં હતા.
રવિન્દ્ર જાડેજાની ગણતરી વિશ્વના બેસ્ટ ફીલ્ડરમાં થાય છે અને એક વખત ફરીથી આ વાત સાબિત થઇ. આ મેચમાં હાર્દિક પંડ્યા ઈંગ્લેન્ડના ક્રિકેટરો પર આક્રમણ કરી રહ્યાં હતા. 37મી ઓવરના પહેલા બોલમાં લિયામ લિવિંગસ્ટોને પંડ્યાના બોલને પુલ કરીને 6 રન લીધા અને ત્યારબાદ પણ હાર ના માની અને ઓવરનો ત્રીજો બોલ પણ સ્લેમ થયો હતો. ત્યારબાદ લિવિંગસ્ટોને ફ્લેટ શોટ ફટકાર્યો. ડીપ સ્કવેર લેગ પર રવિન્દ્ર જાડેજા ફીલ્ડિંગ કરી રહ્યાં હતા. તેમણે ઉછળીને બોલ પકડી લીધો અને લેન્ડ કર્યા બાદ તેમનુ બેલેન્સ બગડ્યુ. પરંતુ તેમણે પોતાના પગ બાઉન્ડ્રી લાઈનની અંદર રાખ્યા અને લિવિંગસ્ટોનને પાછુ ફરવુ પડ્યુ.
આ જ ઓવરમાં હાર્દિકે વધુ એક બોલ ફેંક્યો. આ વખતે 60 રન બનાવીને રમત રમતા કેપ્ટન જોસ બટલર હતા. તેમણે બોલને પુલ કર્યો. જાડેજાએ ડીપ સ્કવેર લેગ પર પોતાની ડાબી બાજુ ભાગતા બોલને પકડ્યો. તેઓ કેચ લેતી વખતે લગભગ ડીપ મિડ વિકેટ સુધી પહોંચી ગયા હતા અને પિચ પર સેટ થઇ ચૂકેલા જોમસ બટલર જો ટક્યા હોત તો ઈંગ્લેન્ડનો સ્કોર 300ની પાર પણ પહોંચી શક્યો હોત.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.