જગતના તાત ખેડૂત ઉપર નવું સંકટ, કેવી રીતે કમાશે જો આટલા જ ભાવ મળશે તો..

રાજ્યમાં ખેડૂતોને માથે એક પછી એક મુસીબત મંડરાઈ રહી છે. એક મુસીબતમાંથી માંડ ખેડૂત બહાર નીકળે ત્યાં બીજી મુસીબત આવી પડે છે. તેવી જ રીતે માંડ પૂર, માવઠું, અને ત્યારબાદ તીડ અને હવે પૂરતો ભાવ ના મળવો. જી હા, ટામેટાનો સારો ભાવ હોવાથી ખેડૂતોએ મોટા પાયે ટામેટાની ખેતી તો કરી પરંતુ હવે ભાવ તળિયે બેસતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાનાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોએ ટામેટાની મોટાપાયે ખેતી કરી છે. ટામેટાનો પાક પણ મબલખ ઉતરી રહ્યો છે. જો કે મબલખ પાક સામે પડતર કિંમત ના મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. બજારમાં હાલ ટામેટાની કિંમત કિલોએ 15થી 20 રૂપિયા છે. તેમ છતાં વચેટિયાઓ ખેડૂતો પાસેથી પ્રતિકિલોએ એકથી ત્રણ રૂપિયામાં ખરીદી કરી રહ્યા છે. જેના લીધે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

બજારમાં ટામેટાના ભાવ 15થી 20 રૂપિયા છે તેમ છતાં ખેડૂતોને પ્રતિકિલોએ એકથી ત્રણ રૂપિયા ભાવ મળે છે. જો કે યોગ્ય ભાવ ના મળતા ખેડૂતોને ટામેટા ફેંકવાની નોબત આવી છે. જો કે ટામેટાનુ આયુષ્ય ઓછુ હોય છે. ત્યારે લાંબો સમય તેનો સંગ્રહ કરી શકાતો નથી. જેથી ખેડૂતોને સસ્તા ભાવે ટામેટા વેચવા પડી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાના દાવા કરે છે. ત્યારે શું આ રીતે ખેડૂતોની આવક બમણી થશે. તે પણ એક પ્રશ્ન છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.