કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતી કરતા ખેડૂતોને 6000 રૂપિયા ની સહાય આપવાની ઘોષણા કરી હતી. સાથે જ કિસાન ક્રેડીટ કાડૅ દ્વારા લોન દેવાં ની પણ ઘોષણા થઈ. જો તમે સમયસર પૈસા જમા કરાવી દો છો તો આ કાર્ડની મદદથી ખેતી માટે સરળતાથી લોન મળી શકે છે. જણાવી દઈએ કે આ કાર્ડની મદદથી 3 લાખ રૂપિયા સુધીની લોન માત્ર ૭ ટકા વ્યાજે મળી શકે છે. સમય પર પૈસા પાછા કરી દો તો 3 ટકા અલગથી છૂટ મળે છે. આ રીતે પ્રામાણિક ખેડૂતોને માત્ર ૪ ટકા વ્યાજે લોન મળી શકે છે. છે જમીનદારો અને શાહુકારો થી ઘણી સસ્તી છે. ખેતી માટે ફક્ત 4% વ્યાજ દર પર પૈસા આપવા માટે જે કિસાન ક્રેડિટ કાર્ડ બને છે, તેને બનાવવા માટે લાગતા બધી જ પ્રોસિંસિગ ફી, ઈંસ્પેક્શન અને લેઝર ફોલિયો ચાર્જને ખત્મ કરી દીધી છે. જો હજી પણ કોઈ બેંક ખેડૂત પાસેથી આ ચાર્જ વસૂલ કરે છે, તો તેના પર કાર્યવાહી થઈ શકે છે.
દેશમાં હાલના સમયમાં 7,02,93,075 ખેડુતો પાસે કેસીસી છે. કેસીસી હેઠળ મહત્તમ સંખ્યામાં ખેડૂતો લાવવા માટે સરકારે બેંકોની મદદથી ખેડુતોના કેસીસીની રચના કરવાની ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત અરજી સરળ બનાવવામાં આવી છે અને ફોર્મ પ્રાપ્ત થવાની તારીખથી 14 દિવસોની અંદર કેસીસી રજૂ કરવાનો આદેશ સામેલ છે.
જો તમારી પાસે ખેતી માટે જમીન છે, તો તમે તમારી જમીનને ગિરવે રાખ્યા વગર લોન લઈ શકો છો. તેની મર્યાદા એક લાખ રૂપિયા હતી. પરંતુ હવે RBIએ ગેરંટી વગરની કૃષિ લોનની મર્યાદા વધારીને 1.60 લાખ કરી દીધી છે. પશુપાલન અને મત્સ્યઉદ્યોગ ધરાવતા ખેડુતોને પણ ખેડૂત દીઠ 2 લાખ રૂપિયાની મર્યાદા સુધીના 4 ટકાના વ્યાજ પર કેસીસી દ્વારા લાભ થશે, જેથી ખેડુતોને સાહૂકારોથી મુક્તિ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.