યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાને મોટો આંચકો લાગ્યો છે. માહિતી મળી રહી છે કે બ્લેક સીમાં થયેલા વિસ્ફોટમાં રશિયન મિસાઈલ ક્રૂઝર નષ્ટ થઈ ગયું હતું. ત્યારબાદ મિસાઇલ ક્રૂઝર ‘મોસ્કવા’ના ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ માહિતી આપી હતી.અને સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટમાં મિસાઈલ ક્રૂઝરને ઘણું નુકસાન થયું છે.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે યુદ્ધ જહાજમાં આગ લાગ્યા બાદ વિસ્ફોટ થયો હતો. પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્લાવા ક્લાસ મિસાઈલ ક્રુઝર 1979માં લોન્ચ કરવામાં આવી હતી. તેની પાસે 16 એન્ટિ-શિપ મિસાઇલો અને ઘણી એર ડિફેન્સ મિસાઇલો, ટોર્પિડો અને બંદૂકો તૈનાત છે.અને આ રશિયન યુદ્ધ જહાજ બ્લેક સી ફ્લીટમાં સામેલ છે અને ફેબ્રુઆરીથી યુક્રેન સામેના યુદ્ધમાં પણ ભાગ લઈ રહ્યું છે.
બીજી બાજુ યુક્રેનના અધિકારીઓએ બુધવારે સાંજે દાવો કર્યો હતો કે ઓડેસામાં છુપાયેલી તેમની નેપ્ચ્યુન એન્ટિ-શિપ મિસાઇલોની બેટરીએ મોસ્કવાને બે વાર ટક્કર આપી હતી. યુક્રેનિયન પક્ષ તરફથી જે લોકોએ દાવો કર્યો છે તેમાં ઓડેસામાં લશ્કરી વહીવટના વડા મેક્સિમ માર્ચેન્કો, કિવમાં ગૃહ મંત્રાલયના સલાહકાર એન્ટોન ગેરાસેન્કોનો સમાવેશ થાય છે.
જો કે યુક્રેનિયન અધિકારીઓએ તેમના દાવા માટે કોઈ પુરાવા રજૂ કર્યા ન હતા. યુક્રેનિયન ટેલિગ્રામ ચેનલે પહેલા તેના વિશે એક પોસ્ટ કરી હતી જોકે પછીથી તેને કાઢી નાખી હતી.અને ચેનલ દ્વારા શેર કરવામાં આવેલ ફોટો ઈરાનના જહાજનો છે જેમાં ગયા વર્ષે આગ લાગી હતી.
રશિયાએ ફેબ્રુઆરીમાં યુક્રેન પર હુમલો કર્યો હતો. રશિયન હુમલામાં કિવ, મેરીયુપોલ, ખાર્કિવ જેવા તમામ શહેરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. જો કે યુક્રેનનો દાવો છે કે તેના સૈનિકો સતત રશિયન હુમલાનો જવાબ આપી રહ્યા છે.સામે જવાબી કાર્યવાહીમાં 15,000 થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે. તો યુએનના મતે યુદ્ધમાં અત્યાર સુધીમાં 1800થી વધુ યુક્રેનિયન નાગરિકો મૃત્યુ પામ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.