હાર્દિકના કોંગ્રેસ પર લગાવેલા આક્ષેપ પર જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે હાર્દિક પાસેથી વફાદારીની આશા હતી અને હાર્દિકને કોંગ્રેસે મોટું સ્થાન આપ્યું હતું. તેમજ હાર્દિક પટેલ બધું ખોટું બોલે છે. તથા કોંગ્રેસ ACમાં બેસતી હોત તો દાહોદમાં રેલી ના થઈ હોત અને હાર્દિકના આક્ષેપો પાયાવિહોણા છે.
પાટીદાર અનામત આંદોલનથી ઊભરેલા હાર્દિક પટેલે માત્ર 1161 દિવસમાં જ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે અને હાર્દિક પટેલે કાર્યકારી પ્રમુખ સહિતના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું છે. જોકે રાજીનામું આપવા સમયે તેની પંજાબના ચંદીગઢમાં હાજરી હતી અને આ હાજરી ઘણી સૂચક માનવામાં આવે છે અને હાર્દિકે રાજીનામું આપતાં પહેલાં રાહુલ ગાંધીને મળવા માટે સમય માગ્યો હતો, પરંતુ રાહુલ ગાંધીને મળવાનો સમય ન મળતાં રાજીનામું ધરી દીધું હતું. એટલું જ નહીં, આજે હાર્દિક પટેલે પત્રકાર પરિષદ કરી છે. તેમણે રામમંદિર માટે ઈંટો મોકલવી, NRC-CAAને આવકાર, મસ્જિદોમાંથી મંદિર નિકળવા જેવા ભાજપના મુદ્દાઓને ઉઠાવ્યા છે.
અમારા આંદોલનથી ઘણાને ફાયદો થયો છે અને કોંગ્રેસ માત્ર લોકોનો દુરુપયોગ કરીને તેમને ફેંકી દેવાની જ નીતિ અપનાવે છે. નરહરિ અમીન ,ચીમનભાઈ પટેલને કોંગ્રેસમાં હટાવી દેવાયા છે અને જ્યારે જ્યારે કોંગ્રેસમાં સાચી વાત કરવામાં આવી ત્યારે કેટલાક લોકો દ્વારા બદનામ કરવાનું કામ કરવામાં આવે છે. ગુજરાતમાં પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજના હોય તેમને કોંગ્રેસમાં સહન કરવું પડ્યું છે અને કોંગ્રેસમાં સાચું બોલો એટલે મોટા નેતાઓ તમને બદનામ કરે અને તે જ તેમનો વ્યૂહ છે. ગુજરાતમાં માત્ર હાર્દિક જ કોંગ્રેસથી નારાજ નથી. ગુજરાતમાં અસંખ્ય નેતાઓ અને ધારાસભ્યો એવા છે જે માત્રને માત્ર કોંગ્રેસનો ઉપયોગ કરે છે. કોંગ્રેસમાં કોઈ મજબૂત થાય ત્યારે તેને હટાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
સત્તામાં બેસીને પાર્ટીમાં વખાણ કરો એનો મતલબ એ નથી એ પાર્ટીમાં બે ટકા વસ્તી ધરાવતા સમાજના મુખ્યમંત્રી બની શકે છે અને 7 થી 8 લોકો 33 વર્ષથી કોંગસ ચલાવે છે. મારા જેવા કાર્યકરો રોજના 500-600 કિ.મી. ફરીને લોકો વચ્ચે જઈને તેમના સુખ-દુખ જાણવાનો પ્રયાસ કરે તો અહીંના મોટા નેતાઓ એસી ચેમ્બરમાં બેસીને આ પ્રયાસને ખોરવી નાંખવા પ્રયાસ કરે છે. 2015માં આંદોલન ચાલુ કર્યું હતુ. તેમાં 2019 સુધી ચોખ્ખા મને કામ કર્યુ હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.