‘જગન્નાથ મંદિર ટ્રસ્ટની જમીનનું 6 હજાર કરોડનું કૌભાંડ’, પ્રવિણ તોગડિયાનો સનસનીખેજ આરોપ

અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ટ્રસ્ટના દાણીલીમડા બહેરામપુરાના જમીન કૌભાંડ કેસની તપાસ પ્રમાણિક જજને સોંપવાની માગણી આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના પ્રવીણ તોગડિયાએ બુધવારે કરી છે. તોગડિયાએ દાવો કર્યો હતો કે, આ છ હજાર કરોડનું કૌભાંડ થયું છે, જેને રોકવા માટે કોઈ પ્રયાસો થયા નથી. આમાં અનેક માથાંઓ સંડોવાયેલા હોઈ શકે છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આ અગ્રણીએ જણાવ્યું કે, છસ્ઝ્રએ જે જમીન ગાયોને ચરાવવા માટે જગન્નાથ મંદિર ટ્રસ્ટને આપી હતી તે બિલ્ડરને કન્સ્ટ્રક્શન માટે કઈ રીતે અપાય? સુએજ, ખેતી અને ગૌચરની જમીન ઉપર બાંધકામ ન થઈ શકે તો પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કઈ રીતે પરમિશન આપી? આમાં એએમસીના કેટલાક લોકો ઈન્વોલ્વ છે, કલેક્ટરે પણ કઈ રીતે પરમિશન આપી? ગાયો ચરાવવા માટે મંદિરને આપેલી એ જમીન કઈ રીતે બિલ્ડરને વેચાય? આ સમગ્ર પ્રકરણમાં નિવૃત્ત જજ મારફત તપાસ થવી જોઈએ અને તેનો રિપોર્ટ ત્રણ મહિનામાં આપવો જોઈએ,

વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, જેમાં મંદિરના ટ્રસ્ટીઓ સામે આક્ષેપ કરતાં જણાવાયું હતું કે, મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્ર ઝા તેમજ અન્ય ટ્રસ્ટીગણ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.