જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે ગૃહમંત્રાલયે આપી મંજુરી

કોરોના સંક્રમણ વચ્ચે ગૃહ મંત્રાલયે આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે રથ બનાવવાની મંજુરી આપી દીધી છે. આ વર્ષે 23 જુનના રોજ રથયાત્રા કાઢવામાં આવશે.

ગૃહ મંત્રાલયે ઓડિશા સરકારને પત્ર લખીને કહ્યું, મંદિર કાર્યાલય અને શ્રી નાહરની સામે ગ્રેંડ રોડના બંન્ને સાઈડ સ્થિત રથ ખાલામાં રથ નિર્માણની ગતિવિધિઓને શરૂ કરવાની મંજુરી આપવામાં આવે છે. આ સિવાય કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે, પુરીમાં રથયાત્ર વિશે નિર્ણય ઓડિશા સરકારની સ્થિતિ જોઈને લેશે.

ઉલ્લેખનિય છે કે, પુરીમાં હાલ એક કોરોનાના દર્દીની પુષ્ટિ થઈ છે. આ પહેલા ઓડિશા સરકારે લોકડાઉન દરમિયાન પુરીના જગન્નાથ મંદિર બહાર રથયાત્રા માટે રથ બનાવવા જેવી ગતિવિધિઓની મંજુરી આપવાની સંભાવના પર બુધવારે કેન્દ્રએ સ્પષ્ટીકરણ માંગ્યું હતું. રાજ્ય સરકાર કોરોના વાઈરસના ભયને જોતા વાર્ષિક રથયાત્રા માટે રથ બનાવવાની મંજુરી દેવા પર સંશયમાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.