ઉત્તર પ્રદેશમાં ધરણા-પ્રદર્શન દરમિયાન સરકારી કે ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડનારને હવે જોરદાર પાઠ ભણાવવામાં આવશે. કારણ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે આ બાબતમાં એક નવો અધ્યાદેશ પાસ કરી દીધો છે.
શુક્રવારે થયેલી કેબિનેટ મીટિંગમાં ઉત્તર પ્રદેશ પબ્લિક પ્રાઇવેટ પ્રોપર્ટી એન્ડ રિકવરી અધ્યાદેશ પાસ કરવામાં આવ્યો છે. અધ્યાદેશ પાસ કરાવવાના મામલાને લખનઉમાં CAA સામે પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને આ પછી આરોપીઓના પોસ્ટર લગાવવાના મામલા સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે લખનઉમાં આરોપીઓના પોસ્ટર લગાવવા સામે અલ્હાબાદ હાઇકોર્ટે જાતે સંજ્ઞાન લેતા પોસ્ટર હટાવવાનો આદેશ આપ્યો હતો.
આ મુદ્દા પર યૂપી સરકાર સુપ્રીમ કોર્ટ ગઈ છે, જ્યાં મામલાને મોટી બેંચ સામે સુનાવણી માટે મોકલી આપવામાં આવ્યો છે. આ પછી યોગી સરકારે આજે નવો અધ્યાદેશ જાહેર કર્યો છે.
આ અધ્યાદેશ લાગુ થયા પછી યૂપીમાં અત્યારે કોઈ આંદોલન, ધરના પ્રદર્શનમાં જો કોઈ સરકારી કે ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવશે તો તેના ક્ષતિપૂર્તિની વ્યવસ્થા આ કાનૂનમાં કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.