જાહેરાતો બતાવવાના નામે ફ્રોડ કરનારાઓ પર ગૂગલની મોટી કાર્યવાહી, 1.2 કરોડ એકાઉન્ટ કર્યા બ્લોક

  • ગૂગલે એડ ફ્રોડ કરનારાઓના 1.2 કરોડ એકાઉન્ટ બ્લોક કર્યા છે. ગૂગલ કહે છે કે છેતરપિંડી, ડીપફેક્સ, ચૂંટણી જાહેરાતો સામે તેની લડાઈ ચાલુ છે અને એડ વેરિફિકેશન AI સાથે પડકાર વધ્યો છે.

  • Google Account Block: ગૂગલે જાહેરાતો બતાવવાના નામે છેતરપિંડી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. ગૂગલે લગભગ 1.2 કરોડ ગૂગલ એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે જે ગૂગલની જાહેરાત નીતિનું ઉલ્લંઘન કરીને વપરાશકર્તાઓને તેમની જાહેરાતો બતાવી રહ્યા હતા. ગૂગલનું કહેવું છે કે નિયમોના ઉલ્લંઘનને કારણે માલવેર અને છેતરપિંડીમાં વધારો થયો હોવાના અહેવાલો હતા, તપાસ બાદ જે ગૂગલ એકાઉન્ટ્સ નિયમોને બાયપાસ કરીને જાહેરાતો બહાર પાડી રહ્યા હતા તેમને હટાવી દેવામાં આવ્યા છે. ગૂગલે તેના વાર્ષિક એડવર્ટાઈઝિંગ સિક્યોરિટી રિપોર્ટને ટાંકીને આ માહિતી જાહેર કરી છે.

ગૂગલનું કહેવું છે કે યુઝર્સની ગોપનીયતા અને સુરક્ષા સાથે ચેડા કરવામાં આવશે નહીં. કૌભાંડની જાહેરાતો સામે Googleની લડાઈ ચાલુ રહેશે. ગગુલનું કહેવું છે કે જાહેરાતો પ્રદર્શિત કરવાના નામે ડીપફેક જેવી નવી યુક્તિઓનો ઉપયોગ કરીને યુઝર્સને છેતરવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા સચિન તેંડુલકરનો ડીપફેક વીડિયો બનાવીને એક એડ બનાવવામાં આવી હતી, જેને લઈને ગૂગલ એલર્ટ થઈ ગયું છે. આવો જ ડર લોકસભા ચૂંટણીને લઈને પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, જ્યાં ડીપફેકનો દુરુપયોગ થઈ શકે છે.

ગૂગલ ચૂંટણીને પારદર્શક બનાવવા માટે કામ કરી રહ્યું છે. આ જ કારણે તેણે 2023માં 5,000થી વધુ ચૂંટણી જાહેરાતોની ચકાસણી કરી છે અને 7.3 મિલિયનથી વધુ ચૂંટણી જાહેરાતોને દૂર કરી છે જે ચકાસણી પૂર્ણ કરી નથી. ગૂગલનું કહેવું છે કે AIના કારણે જાહેરાતોનું વેરિફિકેશન ખૂબ જ પડકારજનક બની ગયું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.