ધારાસભ્ય હષઁ સંધવીનો વિરોધ પક્ષ સાથે જાહેરમાં ડિબેટ કરવાનો પડકાર ઝીલતા AAPના પ્રવક્તા યોગેશ જાદવાણી

રાજ્યમાં ઈંજેક્શનની કાળાબજારી થઈ રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે ભાજપના અધ્યક્ષ દ્વારા રેમડેસિવિર ઈંજેક્શન પર મોટી જાહેરાત કરવામાં આવતા મોટો વિવાદ સર્જાયો હતો.

આ મુદ્દે મોટો વિવાદ થતાં મજૂરાના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ઉગ્ર થઈને વિરોધીઓને જવાબ આપ્યો હતો. હર્ષ સંઘવીએ મીડિયા સામે આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપી હતી અને કહ્યું હતું કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ મફતમાં ઈંજેક્શન નથી આપતા?

ભાજપના પ્રદેશ સીઆર પાટિલે જાહેરાત કરીને ભાજપના કાર્યાલયમાંથી પાંચ હજાર ઈંજેક્શન મફત આપવામાં આવશે, આ મુદ્દે સવાલો ઊભા થતાં સીએમ રૂપાણીએ કહ્યું હતું કે એ તમે સીઆર પાટિલને જ પૂછો.

ગુજરાત આમ આદમી પાર્ટીએ પ્રેસનોટ જાહેર કરીને કહ્યું કે ગુજરાત આપના પ્રવક્તા યોગેશ જાદવાણી ચેલેન્જનો સ્વીકાર કરવા તૈયાર છે અને હર્ષ સંઘવી ડિબેટનું સ્થળ, સમય અને તારીખ જાહેર કરીને સ્થળ પર આવી જાય.

સુરત-મંજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી જોડે આપ પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી ડિબેટ કરવા તૈયાર.

નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે અને કોરોના વાયરસના દરરોજના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

રાજ્યમાં કાળાબજારી કરી રહેલા લોકોનો ખુલાસો પણ થયા છે.એ સ્ટિંગ ઓપરેશન કરીને આવા દલાલોને કેમેરાની સામે રંગે હાથ ઝડપી પાડયા છે ત્યારે સવાલ થાય છે કે રાજ્યમાં આવા કેટલા લોકો ઈંજેક્શનના નામે ધંધો કરી રહ્યા હશે અને સરકાર આ બધુ જોઈ રહી છે તો શું કરી રહી છે?

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.