જાહેર સુરક્ષાના કારણે કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે અંતિમ સંસ્કાર થાય છે: મુખ્યમંત્રી

સુરતમાં કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે અંતિમ સંસ્કાર થાય છે તે આંકડા છુપાવાનો વિવાદ આજે ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે. તેઓએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યં હતું કે, જાહેર સુરક્ષાના કારણે દર્દીનો રિપોર્ટ બાકી હોય ત્યારે તેને કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે જ અંતિમ સંસ્કાર કરવામા આવે છે તેતી આંકડા સાથે કોઈ નિસ્બત નથી. પરંતુ વિવાદ આંકડાનો નહીં પરંતુ તંત્ર દર્દીના સગાંને કેસ પેપર નથી આપતાં અને કેટલા લોકોની અંતિમ વિધિ કોવીડની ગાઈડ લાઈન પ્રમાણે કરી તેના આંકડા છુપાવવામાં આવી રહ્યાં તે છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સુરતમાં કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે  અંતિમ વિધિ કરી તે મૃત્યુ આંક અને કોવિડના મૃત્યુ આંક વચ્ચે જે તફાવત જોવા મળે છે તેના કારણે આંકડા સામે શંકાય જાય છે. તે પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે અંતિમવિધિના આંકડા અંગે વર્તમાનવ પત્રમાં આવ્યું છે તે મેં વાંચ્યું છે તેના માટે મારે એટલું જ કહેવાનું કે, સરકારના કોવિડના મૃત્યુના આંકડા સ્પષ્ટ છે. અહીયા જે વિવાદ ઉભો થયો છે તે એ છે કે, કોવિડ હોસ્પીટલમાં કોઈ દર્દી દાખલ થયું હોય અને તેનો રિપોર્ટ બાકી હોય અને તેનું મૃત્યુ થઈ જાય છે તેવા સંજોગોમાં  મૃતકને કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તે આંકડાનો વિવાદ આવ્યો છે.

સુરતના અધિકારીઓ કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે અંતિમ વિધિ એટલેા માટે કરે છે કે, મૃત્યુ વખતે  દર્દી પોઝીટીવ છે કે નેગેટિવ તે નક્કી થયું નથી પરંતુ જો એકાદ ટકામાં દર્દી પોઝીટીવ હોય અને રિપોર્ટ આવવાનો બાકી હોય તેવા સંજોગોમાં કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે અંતિમ વિધિ ન કરે તો મુશ્કેલી થઈ શકે છે અને અનેક લોકમાં ચેપ ફેલાઈ શકે છે. તેથી જાહેર સુરક્ષાના કારણે આ પ્રકારે અંતિમ વિધિ કરવામા આવે છે તેને અને આંકડાને કોઈ સંબંધ નથી.

જોકે, વિવાદ એ છે કે સુરત મ્યુનિ. અને સિવિલ તંત્ર કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે કેટલા મોત થયાં છે અને તે પ્રમાણે કેટલા લોકોની અંતિમવિધિ થઈ છે તે આંકડા છુપાવી રહી છે.   સુરતમાં મુખ્યમંત્રી આવ્યા હોવા છતાં પણ તંત્રએ હજી સુધી કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે કેટલા દર્દીના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા તે આંકડો જાહેર કર્યો નથી. અને સિવિલ હોસ્પીટલમાં મૃત્યુ પામનારા મૃતકાનો સગાંઓને સારવારના પેપર્સ પણ અપાતા નથી તે વિવાદ હજી પણ યથાવત રહ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.