Tathya Patel Accident Case : આરોપી તથ્ય 7 મહિના કરતાં વધુ સમયથી જેલમાં છે. તથ્યએ છાતીમાં તકલીફ અને હૃદયના અનિયમિત ધબકારાને લઈ સારવાર લેવા અરજી કરી હતી
Ahmedabad Accident : જેગુઆર કારથી નવ લોકોની કચડી નાખનાર તથ્ય પટેલ જેલમાંથી બહાર આવવા માટે વલખા મારી રહ્યો છે. તથ્ય પટેલે મેડીકલ ગ્રાઉન્ડના આધારે હંગામી જામીન મેળવવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તથ્યના વકીલે દલીલ કરી હતી કે, તથ્ય વીસ વર્ષનો છે તેની છાતીમાં તકલીફ છે. અવાર નવાર તેના હૃદયના ધબકારા વધી જાય છે. તેણે જેલ સત્તાવાળાઓને પણ આ માટે રજુઆત કરી હતી. પણ તથ્યને માત્ર પેરાસીટામોલ આપવામાં આવી હતી. તેને છાતીની ડાબી બાજુ દુઃખી રહ્યું છે, આથી તથ્યને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે હંગામી જામીન આપવામાં આવે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે, આજના સમયમાં હૃદયના ધબકારા અનિયમિત હોવા સામાન્ય બાબત છે.
તથ્યની કાર નીચે 9 લોકોના મોત થયા
હાઇકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવવાનું વલણ દાખવતાં તથ્યના વકિલે અરજી પરત ખેંચી હતી. નોંધનીય છે કે તથ્ય પટેલે 19 જુલાઇ 2023ની મોડી રાત્રિએ ઇસ્કોન બ્રીજ પર જગુઆર કારથી અકસ્માત કર્યો હતો જેમાં 9 લોકોના મોત થયા હતા. જે અંતર્ગત તેની સામે IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2), 114, 188 મોટર વ્હીકલ એક્ટ 177, 184, 134B મુજબ ગુનો દાખલ થયો છે.
તથ્ય 7 મહિનાથી જેલમાં છે
આરોપી તથ્ય 7 મહિના કરતાં વધુ સમયથી જેલમાં છે. તથ્યએ છાતીમાં તકલીફ અને હૃદયના અનિયમિત ધબકારાને લઈ સારવાર લેવા અરજી કરી હતી. હાઈકોર્ટે તથ્ય પટેલની હંગામી જામીન અરજી ફગાવી દેવાનું વલણ ધરાવતાં અરજદારે પોતાની જામીન અરજી પરત ખેંચી હતી. અગાઉ પણ ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટ તેની જામીન અરજી ફગાવી ચૂકી છે.પિતાએ પણ કેન્સરનું કહીને જામીન માંગ્યા હતા
આરોપીના વકીલે કોર્ટમાં મોઢાના કેન્સલની સારવાર માટે વચગાળાની રાહત આપવા રજુઆત કરી હતી. પરંતું બીજી તરફ, કોર્ટે પ્રગ્નેશ પટેલના વકીલને ટકોર કરતા કહ્યું કે, આ વિશે અગાઉ જાણ કેમ ના કરી. મેડિકલ ડોક્યુમેન્ટ સાથે આવો. સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી કે, જો આરોપી જામીન મુક્ત થશે તો ફરીથી ગુનો કરશે. ગુનાહિત આરોપીને ટેવ હોવાથી જામીન ન આપી શકાય. આવી ગંભીર રજુઆત હોવા છતાં અગાઉ જાણ કેમ ના કરી. પાછળના પાછળના કેટલાક સમયથી પ્રજ્ઞેશની ટ્રીટમેન્ટ થઈ નથી. પ્રજ્ઞેશ પટેલ ગુનાહિત માનસિકતા ધરાવે છે. આવી ગંભીર બીમારી વિશે પ્રેજ્ઞેશે અગાઉ જણાવ્યું નથી. તેને લોકો સાથે ઝઘડો કરીને ગાળો બોલી છે. જો પ્રજ્ઞેશને જામીન મળશે તો તે પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડા કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.