જૈશના આતંકી પાસેથી, વધુ એકવાર મળી, સ્ટીલની ગોળીઓ

તાજેતરમાં સેનાએ રાવલપોરામાં જૈશ કમાન્ડર વિલાયત હુસૈન ઉર્ફે સજ્જાદ અફગાનીને ઠાર માર્યો હતો. જેની પાસેથી ચીન નિર્મિત સ્ટીલની 36 ગોળી મળી આવી હતી.

સેનાએ પોતાના બુલેટ પ્રૂફ વાહનોની સુરક્ષામાં વધારો કર્યો છે. 2017માં પ્રથમવાર આતંકીઓએ સ્ટીલની ગોળીનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેમાં જૈશ આતંકીઓએ પુલવામાના લેથપોરામાં CRPF કેમ્પ પર હુમલો કર્યો હતો

તમામ જવાનોએ બુલેટ પ્રૂફ જેકેટ પહેર્યા હોવા છતાં તેમના જીવ ગયા હતા. ત્યારબાદ આતંકીઓએ અનેકવાર સ્ટીલની ગોળીનો ઉપયોગ કર્યો હતો. છેલ્લે 2019માં આતંકીઓએ સ્ટીલની ગોળીનો ઉપયોગ કર્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.