સામાજિક અને કિશોર હીતમાં ચુકાદો આપવા માટે પ્રખ્યાત જજ માનવેંદ્ર મિશ્રાએ ફરીવાર માનવીય ગુણોને પ્રાથમિકતા આપતો એક ચુકાદો શનિવારે આપ્યો છે. એક કિશોરે ઇન્ટર સાયન્સમાં આવેલા રિઝલ્ટને કોર્ટમાં રજૂ કરતાં આકાયું કે સર ઇન્ટર(બોર્ડ)માં ફર્સ્ટ આવ્યો છું.
આરોપી કિશોર નાલંદા પોલીસ સ્ટેશનના એક ગામનો રહેવાસી હતો અને તેની સામે વર્ષ 2019માં એક પરિજન સાથે મારમારી અને છેડતીનો આરોપ હતો.
માતા પિતાએ પણ કહ્યું કે તેમનો દીકરો ખૂબ તેજસ્વી છે. તે આગળ વધીને એન્જિનિયર બનવા માંગે છે. માતા પિતાએ કેસ સમાપ્ત કરવાનો આગ્રહ કર્યો અને જજે છોકરાની પ્રતિભાને જોતાં કેસને આગળ વધારવાની કાર્યવાહી રોક લગાવી દીધી.
કોર્ટે એમ પણ કહ્યું કે કિશોરમાં એક સ્વભાવ હોય છે કે જ્યારે તે પોતાના પરિવારના લોકોને લડાઈ ઝઘડામાં જોવે છે ત્યારે તે પોતાના માતા પિતા અથવા પરિવારના બચાવમાં પોતે આવી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.