ભૂતકાળમાં જલારામ બાપા તેમના ગુરુજી ભોજલરામબાપાને ત્યાં ફતેપુર ગામે જતા ત્યારે આ ખજુરી પીપળીયા ગામમાં રોકાતા હતા.આ ગામનું નામ પહેલા ઠક્કર પીપળીયા તરીકે જાણીતું હતુ. ત્યા લોહાણા સમાજના લોકો વસવાટ કરતા હતા.
News Detail
પુ.જલારામ બાપાની જન્મ જયંતિ છે ત્યારે વડીયા તાલુકાના ખજુરી પીપળીયામા હજુ પણ પટેલ પરિવારના ઘરે જલારામ બાપાની લાકડી સચવાયેલ છે. આ પરિવારે ઘરમા જ લાકડીની પ્રસાદીનુ મંદિર બનાવાયુ છે. ખજૂરી પીપળીયા ગામે જલારામ બાપાની યાદો આજે પણ જીવંત છે. અહી આજે પણ ચાલીને જતા યાત્રિકો ખજુરી પીપળીયા ગામે લાકડીના દર્શન માટે જાય છે. અહી વસવાટ કરતા પટેલ પરિવારને ત્યાં જલારામ બાપાની લાકડી આજે પણ પુજાય છે. પ્રકાશભાઈ મનસુખભાઇ પટેલના ઘરે લાકડીની પ્રસાદીનુ મંદિર બનાવાયુ છે.
ભૂતકાળમાં જલારામ બાપા તેમના ગુરુજી ભોજલરામબાપાને ત્યાં ફતેપુર ગામે જતા ત્યારે આ ખજુરી પીપળીયા ગામમાં રોકાતા હતા.આ ગામનું નામ પહેલા ઠક્કર પીપળીયા તરીકે જાણીતું હતુ. ત્યા લોહાણા સમાજના લોકો વસવાટ કરતા હતા.
પટેલ પરિવારની ચોથી પેઢીએ રામજીબાપા સત્સંગી હતા. તેથી ગામના રામજી મંદિર પર જલારામ બાપા સાથે મુલાકાત થઈ હતી. ત્યારથી જલારામબાપા આ રામજીભાઈ પટેલના ઘરે રોકાતા હતા. તેમની વાડીએ સ્નાન કરી બાજરાના રોટલા અને અડદની દાળનુ ભોજન લેતા હતા.એક વખત જલારામ બાપા આ પરિવારના ઘરે આવ્યા ત્યારે તેમના ઘરે ભોજન કરતાં જણાવ્યું હતું કે દુજાણુ નથી.
પટેલ પરિવારને પૂછેલું કે કેમ આટલા પશુ હોવા છતાં દુજાણું નથી ?. ત્યારે જલારામ બાપાએ આ પરિવારને પોતાની લાકડી પ્રસાદીમાં આપી કહેલું કે આ લાકડી તમારા રસોડામાં રાખજો, ક્યારેય દુજાણું અને ભંડાર ખૂટશે નહિ. ત્યારથી જલારામ બાપાની લાકડી આ પરિવાર પાસે પ્રસાદી રૂપમાં છે.
પટેલ પરિવાર ભાવિકોની લાકડીના દર્શન કરાવે છે
આજે પણ આ લાકડીનુ મંદિર હયાત છે. પટેલ પરિવાર દર્શનાર્થીઓને લાકડી બહાર કાઢી દર્શન કરાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.