જળાશયોમાં પર્યાપ્ત પાણીનો પુરવઠો જમા થતા મુંબઈ માથેથી વર્ષ ભરનુ પાણીકાપનું સંકટ ટળ્યું

– જળાશયોમાં 90 ટકાથી વધુ પાણી જમાથ અપર વૈતરનાં અને મધ્ય વૈતરના છલકાવાની આરે

મુંબઈને પાણી પુરવઠો પૂરું પાડતા જળાશયોમાં સંતોષજનક પાણીનો સંગ્રહ થયો છે.શહેરને પાણીપુરવઠો પાડતાં ૭ જળાશયો પૈકી ચાર જળાશયો છલકાઈ રહ્યા છે. મુંબઈ મહાનગર પાલિકાએ મુકેલા ૨૦ ટકા પાણીકાપ માં ઘટાડો કરીને આજથી દસ ટકા પાણીકાપ નો અમલ કર્યો છે. આજે જળાશયોમાં ૯૦ .૮૮ ટકા પાણી નો સંગ્રહ થઇ ચૂક્યો છે.

ગુરુવાર રાતના સાત વાગ્યાથી તાન સા  જળાશય છલકાઈ રહ્યું છે. આ અગાઉ તુલસી, વિહાર અને માડક સાગર જળાશય છલકાઈ ગયું હતું.આજે જળાશયોમાં કુલ મળીને ૧૩ લાખ ૧૫ હજાર ૪૨૩ મિલિયન લિટર પાણીનો જથ્થો જમા થઈ ચૂક્યો છે. હજી ચોમાસાને પૂરું થવાને ૪૦ દિવસ બાકી છે.

અપર વૈતરણા જળાશય છલકાવવાની સપાટીથી માત્ર બે મીટર અને મધ્ય વેતરણ જળાશય છલકાવવાની સપાટીથી બે મીટર છે ટુ  છે.જ્યારે ભાત સાજળાશય છલકાવવાની સપાટીથી માત્ર ત્રણ મીટર છે.

સામાન્યપણે ૩૦ સપ્ટેમ્બર સુધી જળાશયોમાં ૧૪ લાખ ૪૭ હજાર મિલિયન લિટર પાણીનો જથ્થો સંગ્રહ હોય તો આગામી વર્ષના ૩૧ જુલાઈ સુધી મુંબઈગરાને પાણીકાપ થી મુક્તિ મળે છે. એટલે કે મુંબઈની સવા કરોડની જનતાને દરરોજ ૩૮૦૦ મિલિયન લિટર પાણી મળી શકે.

આજે સવાર સુધી મોડાકસાગર , વિહાર, તુલસી, મધ્ય વેતરણ, અપર વૈ તારણ , ભાતસા અને તાનસા જળાશય મળીને કુલ ૧૩,૧૫,૪૨૩ મીલીયન લિટર પાણીનો સંગ્રહ થઇ ચૂક્યું છે. હવે માત્ર ૧લાખ ૩૨હજાર મિલિયન લિટર પાણી ભરવાનું બાકી રહ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.