જલ્દી જ શરૂ થશે વિધાનસભાનું સત્ર, બહૂમતિ સાબિત કરીને દેખાડીશું: અશોક ગહેલોત

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું કે, વિધાનસભાનું સત્ર જલ્દી થશે અને બહૂમતિ અમારી સાથે છે. બધા કોંગ્રેસના ધારાસભ્યો એક સાથે છે. જેમણે ભૂલ કરી છે અને જે ભટકી ગયા છે તેઓ કોર્ટમાં ગયા છે. પાર્ટીમાં તમામ ધારાસભ્યો એકસાથે છે અને જલ્દી જ સત્ર બોલાવીશું બહૂમતિ સાબિત કરી દેખાડીશું.

આ સાથે જ તેમણે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું સતત બોલી રહ્યો છું કે, મોદીજીના રાજમાં અમિત શાહના ઈશારે સીબીઆઈ, ઈડી બધાને ખબર છે કંઈ રીતે કામ કરી રહી છે આ કોઈ નવી વાત નથી. પહેલાનો સમય હતો જ્યારે રેડ પડ્યા બાદ ખબર પડતી હતી કે અહીં રેડ પડી છે પરંતુ હવે ત્રણ ચાર દિવસ પહેલા ખબર પડી જાય છે કે અહીં રેડ પડવાની છે.

તેમણે કહ્યું, અમે ડરવાના નથી ના અમારું મિશન અટકવાનું છે. ભાજપની નીતિ દેશને બર્બાદ કરવાની છે. તેનો સામ કરવાનો દમ માત્ર કોંગ્રેસમાં છે. મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે કોરોનાનો સામનો કરવાનો હતો પરંતુ તમે મધ્યપ્રદેશમાં સરકાર બનાવી લીધી. એ પહેલા કર્ણાટકમાં એવું કર્યું. આજે આપણે મહામારીથી લડી રહ્યાં છીએ અને તમે હોર્સ ટ્રેડિંગ દ્વારા સરકાર તોડવામાં લાગ્યા છો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.