જલ્દી જ પતાવી લો બેંકના તમામ કામ,27 માર્ચથી 4 એપ્રિલમાં 2 દિવસ જ બેંક ચાલુ રહેશે

કોરોના વાયરસમાં મોબાઈલ બેંકિંગ અને નેટ બેંકિંગથી કામ કરવાની સલાહ આરબીઆઈએ આપી છે. જે કામ બ્રાન્ચ પર જઈને કરવાના છે તેને તમે તરત કરી લો તે જરૂરી છે. 27 માર્ચથી 4 એપ્રિલ સુધીમાં ક્યારે  બેંક ચાલુ રહેશે.

27 માર્ચ, 28 માર્ચ, 29 માર્ચ સતત 3 દિવસ બેંક બંધ રહેશે. આ સિવાય ભારતીય રિઝર્વ બેંકની સાઈટના અનુસાર 30 માર્ચે પણ તમે બેંકનું કામ કરી શકશો નહીં. 31 માર્ચે રજા નથી પણ ગ્રાહકોએ ધ્યાન રાખવું કે નાણાંકીય સેવાનો આ છેલ્લો દિવસ છે.

2 એપ્રિલે ગુડ ફ્રાઈડેની રજા રહેશે. જેથી દેશની બેંકો બંધ રહેશે. આ સમયે જો કોઈ કામ બાકી છે તો 3 એપ્રિલે શરૂઆતમાં પતાવવાના રહેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.