જલંધરના સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં ફંગસની પુષ્ટિ થઈ છે. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ગ્રીન ફંગસનો પહેલો કેસ સામે આવ્યો હતો.
જલંધર સિવિલ હોસ્પિટલના મહામારી વિશેષજ્ઞ ડોક્ટર પરમવીર સિંહનું કહેવું છે કે અમારા ત્યાં ગ્રીન ફંગસનો પહેલો કન્ફર્મ મામલો સામે આવ્યો છે. દર્દી કોરોનાથી સાજો થઈ ચૂક્યો છે.
ગ્રીન ફંગસને અસ્પરગિલોસિસ (Aspergillosis)ના રુપમાં ઓળખવામાં આવે છે. સામાન્ય ભાષામાં આને ગ્રીન ફંગસનું નામ આપવામાં આવે છે. એક્સપર્ટ્સ અનુસાર આ અનેક પ્રકારના હોય છે અને દર્દીના ફેંફલામાં ઘણી ઝડપથી આ ફંગસ ઈન્ફેક્શન ફેલાય છે.
ભારતમાં ગ્રીન ફંગસનો પહેલા મામલાને લઈ શ્રી અરવિંદો ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના ચેસ્ટ ડિસિઝ વિભાગના પ્રમુખ ડો. રવિ ડોસીનું કહેવું છે કે કોરોનાથી સાજા થનારા દર્દીએ પોતાનો ટેસ્ટ એમ સમજીને કર્યો હતો કે તે બ્લેક ફંગસની ઝપેટમાં આવી ગયો હશે પરંતુ બાદમાં ખબર પડી કે તે ગ્રીન ફંગસનો શિકાર થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.