કચ્છના કોટડા ચકારના ખેડૂત, હર્ષદ પટેલ સહિત 50 ખેડૂતોનું એક જૂથ,હજારો ટન તાઈવાન જામફળની નિકાસ,દિલ્હી, મુંબઈ કરે છે

સ્વાદિષ્ટ, રસદાર, મીઠું, તાઇવાન ગુલાબી-પીંક જામફળ પાટણના ખેડૂત પાર્થ પટેલ અને સલામપાર્ટી સહિતના વિસ્તારોમાં 25 હેક્ટરમાં છે. જેનો એક કિલોનો રૂપિયા 70થી 120 મળી રહ્યા છે.

છોડ વાવતાની સાથે 8 મહિનામાં જ જામફળનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. પાક્યા પછી અંદરથી આછો ગુલાબી રંગ થઈ જાય છે. પ્રથમ વર્ષે હેક્ટરે 1 લાખનો નફો મળી રહે છે. પછી તે વધતો જાય છે.

25 વર્ષ સુધીનું વૃક્ષનું આયુષ્ય હોય છે. વૃક્ષ મોટા થાય તેમ ફળનું ઉત્પાદન વધતું જાય છે.

બારે માસ ફળ મળે છે. વર્ષમાં 3 વખત એક વૃક્ષ પર ફળ આવે છે. તેથી બીજા જામફળના વૃક્ષો નેસ્તનાબૂદ કરી શકે એવી ક્ષમતા આછાં ગુલાબી જામફળના વૃક્ષ પાસે છે

60થી 70 હજારનો ખર્ચ થાય છે. 20થી 35 રૂપિયએ એક છોડ મળે છે. એક વૃક્ષ વર્ષમાં 30 કિલો ફળ આપે છે. 4થી 10 દિવસે પાણી આપવું પડે છે.

જામફળના વધુ પાક માટે દાંડીને બદલે શાખાઓ વિકસાવવી જરૂરી છે. જેટલી વધુ શાખાઓ હોય છે. પ્રતિ હેક્ટર ડોઢથી બે ક્વિન્ટલ ઉપજ છે. એક વર્ષમાં લગભગ 7 લાખ રૂપિયાથી વધુની કમાણી થાય છે.

કચ્છના કોટડા ચકારના ખેડૂત હર્ષદ પટેલ સહિત 50 ખેડૂતોનું એક જૂથ હજારો ટન તાઈવાન જામફળની નિકાસ દિલ્હી, મુંબઈ કરે છે. મુંદ્રા બંદરેથી યુરોપ અને વિદેશ મોકલે છે. 1500 ટીડીએસ ક્ષારવાળા પાણીમાં તે થાય છે.

જામનગરના કાલાવડના સણોસરામાં લીલાભાઈ પાનસુરીયાએ પીંક જામફળ વાવીને 10 મહિનામાં જ કમાણી શરૂ કરી હતી.

દેશી જાતો વિદાય લેશે

ભાવનગરી કે ધોળકાના જામફળનું નિકંદન નિકળી ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.