છેલ્લા ઘણા દોડ મહિનાથી દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં CAA અને NRC વિરુદ્ધ લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે શાહીન બાગમાં એક વ્યક્તિએ ફાયરિંગ કરી હોવાની માહિતી મળી છે. દિલ્હી પોલીસે ફાયરિંગ કરનાર યુવકની ઘરપકડ કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આપણે જણાવી દઈએ કે આ પહેલા દિલ્હીના જામિયા વિસ્તારમાં નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ માર્ચ નીકાળવામાં આવ્યો હતો. ત્યારે પણ તે દરમિયાન એક સગીરે માર્ચ કરી રહેલા વિદ્યાર્થીઓ પર ફાયરિંગ કર્યુ હતું. જેમાં એક છાત્ર શાદાબને હાથમાં ઇજા થઈ હતી. ત્યાર બાદ દિલ્હી પોલીસે સગીર આરોપીની ધરપકડ કરી હતી.
માહિતી મુજબ આ ઘટના અંગે ડીસીપી ચિનમય બિસ્વાલે કહ્યું કે શખ્સે હવામાં ફાયરિંગ કર્યું. ત્યારે પોલીસે પણ ત્વરિત કાર્યવાહી હાથ ઘરી અને દોડીને એ શખ્સને પકડી પાડ્યો છે. તેની ધરપકડ કરી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.