જમીન પર બેસીને જમવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

ખુરશી અથવા બેડ પર બેસવા કરતાં જમીન પર બેસવું કેટલાય ઘણું ફાયદાકારક હોય છે. ફ્લોર અથવા જમીન પર બેસવું વિશ્વની કેટલીય સંસ્કૃતિઓનું મહત્ત્વ દર્શાવે છે. ભારતમાં જમીન પર બેસીને જમવાની પ્રથા ઘણી જૂની છે. આજે પણ ગામડામાં લોકો જમીન પર બેસીને જમવાનું પસંદ કરે છે. પરંતુ ફર્શ પર બેસવાથી સ્વાસ્થ્યને કેટલાય પ્રકારના ફાયદા થાય છે. તેનાથી પાચનશક્તિમાં સુધારો થાય છે અને શરીરની ફેલ્કસીબિલીટી જળવાઇ રહે છે. જાણો, જમીન પર બેસવું ફાયદાકારક કેમ છે અને તેનાથી સ્વાસ્થ્યને કયા ફાયદાઓ પહોંચે છે.

આજકાલ ભલે ટેબલ-ખુરશી પર જમવાનું ચલણ શહેરના રહેન-સહેનનો ભાગ બની ગયો છે પરંતુ ફર્શ પર બેસીને ખાવાથી સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે. હકીકતમાં ફર્શ પર જે પ્રકારે એક પગ બીજા પગ પર રાખીને બેસવામાં આવે છે તે એક પ્રકારનું આસન છે. આસનની આ મુદ્રામાં બેસીને જમવાથી પાચનશક્તિ મજબૂત બની રહે છે. આ ઉપરાંત ફર્શ પર બેસવાના બીજા પણ ઘણા ફાયદા હોય છે. જમીન પર બેસવાથી શરીરના નીચેના ભાગની માંસપેશિઓ સ્ટ્રેચ થાય છે. જે તમારા શરીરને ફ્લેક્સીબલ બનાવી રાખવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ સાથે જ પગ વધુ મજબૂત બને છે.

જમીન પર બેસવાથી પાચનશક્તિ સારી રહે છે. તેનાથી પાચક રસ યોગ્ય રીતે પોતાનું કામ કરી શકે છે. આ સાથે જ જમીન પર બેસવાથી વજન સંતુલિત રાખવામાં પણ મદદ મળે છે.

પરિવારના તમામ સભ્ય જ્યારે ફર્શ પર બેસીને એક સાથે જમે છે અથવા વાતો કરે છે ત્યારે તેમની વચ્ચેનો સંબંધ મજબૂત થાય છે અને પ્રેમ વધે છે. આ સાથે જ આ મુદ્રામાં બેસવાથી શરીરને કેટલીય પરેશાનીઓ દૂર થઇ જાય છે. જો કે, જે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત બેસવામાં કેટલીક મુશ્કેલીઓ પડતી હોય તેમણે ડૉક્ટરની સલાહ લીધા બાદ જ ફર્શ પર બેસવાની આદત પાડવી જોઇએ.

જમીન પર બેસીને જમવાથી જ્યાં આપણા વ્યક્તિત્ત્વમાં નિખાર આવે છે, ત્યારે તેનાથી બ્લડ સર્ક્યુલેશનમાં પણ સુધારો થાય છે. તેનાથી હૃદય તંદુરસ્ત રહે છે અને તેની સાથે સંકળાયેલ બીમારીઓ થવાની શક્યતાઓ ઘટી જાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.