જામજોધપુરમાં સૌથી વધુ 9 ઇંચથી વધુ વરસાદ, નદીઓમાં પૂરની સ્થિતિ

રાજ્યમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પણ પાણી પાણી થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં વરસાદ વરસ્યો છે.

સૌથી વધુ જામજોધપુરમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.જ્યારે ખંભાળિયામાં 9 ઇંચ, જામનગરમાં 8 ઇંચ, ગઢડામાં 8 ઇંચ, મોરબીમાં 8 ઇંચ, ભાણવડમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુત્રાપાડામાં 7 ઇંચ, દાંતા 7 ઇંચ, લાલપુરમાં 7 ઇંચ, વિસાવદરમાં 7 ઇંચ, કલ્યાણપુરમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે.

જ્યારે બોટાદમાં 6 ઇંચ, તલાલામાં 6 ઇંચ, કોટડાસાંગણી, માંગરોળ મેંદરડામાં 6-6 ઇંચ વરસાદ પડ્યો છે. વંથલી, રાજકોટ, વલસાડમાં 6-6 ઇંચ અને હાલોલ, ગીર ગઢડા અને કોડિનારમાં 5-5 ઇંચ વરસાદ વરસ્યો છે.

જો બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે હજુ પણ રાજ્યમાં આગામી 24 કલાક સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 110 ટકા કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.