જમ્મુ-કાશ્મીર: સેના અને આતંકી વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર, 5 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. સેનાએ અહીં બે વિદેશી આતંકીઓને ઠાર માર્યા છે. આ ઓપરેશનમાં સેનાના બે મોટા અધિકારી સહિત 5 જવાન શહીદ થઈ ગયા છે. શહીદોમાં એક કર્નલ, એક મેજર, બે સેનાના જવાન અને એક જમ્મુ-કાશ્મીર પોલીસના સબ-ઈન્સપેક્ટર સામેલ છે. જાણકારી અનુસાર આ અથડામણ શનિવારથી ચાલી રહી છે. અહીં પર હવે ફાયરીંગ રોકાઈ ગઈ છે પરંતુ સેનાનું ઓપરેશન હજુ પણ ચાલુ છે.

સેનાએ વિસ્ફોટથી આતંકીઓના ઠેકાણે ધ્વસ્ત કર્યા

અથડામણ પહેલા અહીં બે વિદેશી આતંકી એક ઘરમાં છુપાયેલા હતા. સેનાને જાણકારી મળતા જ આતંકીઓના આ ઠેકાણાને વિસ્ફોટથી ધ્વસ્ત કરાયા. વિસ્ફોટના કારણે સમગ્ર ઘરમાં આગ લાગી ગઈ. સેના હવે તેના કાટમાળમાં તપાસ કરી રહી છે.

સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ

આ સિવાય વિસ્તારમાં પણ સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયુ છે. ગાડીઓની અવર-જવર રોકી દેવાઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં ખીણમાં આતંકી ગતિવિધિઓમાં તેજી જોવા મળી છે. આ સિવાય એલઓસી પર પણ પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.