-કેટલીક પેટાચૂંટણી પણ સાથોસાથ થશે
કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ થયા પછીની પહેલી ચૂંટણી અત્રે 28 નવેંબરે યોજાશે. આ ચૂંટણી જિલ્લા વિકાસ પરિષદો (ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કોન્ફરન્સ)ની છે. કેન્દ્ર સરકારના 370મી કલમ રદ કરવાના નિર્ણયને સ્થાનિક લોકોએ કેટલી હદે સ્વીકાર્યો છે એનો અંદાજ આ ચૂંટણી પરથી આવશે.
રાજ્ય ચૂંટણી કમિશનર કે કે શર્માએ કહ્યું કે 28 નવેંબરે અહીં 20 જિલ્લા વિકાસ પરિષદોની ચૂંટણી થશે. સાથેાસાથ પંચાયત અને નગરપાલિકાની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી પણ ચોજાશે. આ ચૂંટણી યોજવા માટે કેન્દ્ર સરકારે આ વર્ષના ઓક્ટોબરમાં જમ્મુ કશ્મીર પંચાયતી રાજ ધારામાં સુધારા કર્યા હતા, જેથી દરેક જિલ્લામાં જિલ્લા વિકાસ પરિષદ હોય અને એમાં ચૂંટાયેલા સભ્યો હોય.
28 નવેંબરે થનારી પહેલા તબક્કાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત આજે ગુરુવારે કરાશે. વરિષ્ઠ ચૂંટણી અધિકારી હૃદેશ કુમારે કહ્યં કે ચૂંટણીનો છેલ્લો તબક્કો ડિસેંબરની 19મીએ યોજાશે અને મતગણતરી ડિસેંબરની 22મીએ થશે. કુલ આઠ તબક્કામાં ચૂંટણી થશે. દસ ડીડીસી જમ્મુ જિલ્લામાં અને દસ ડીડીસી કશ્મીર જિલ્લામાં રચવાની છે. પ્રત્યેક ડીડીસી માટે 14 ચૂંટણી કેન્દ્રો હશે. પંચાયતની પેટાચૂંટણી મતપત્રકો દ્વારા અને મ્યુનિસિપલ ચૂંટણી ઇવીએમ દ્વારા થશે.
આ ચૂંટણીમાં પાકિસ્તાનથી અહી આવીને વસી ગયેલા, વાલ્મીકિ સમાજના લોકો અને ગુરખાઓ પણ મતદાન કરી શકશે. આ ચૂંટણીમાં પોતે સહભાગી થશે કે કેમ એની જાહેરાત હજુ સુધી કોઇ રાજકીય પક્ષે કરી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.