ભારતમાં જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે, તેનું કેન્દ્રબિંદુ તાજિકિસ્તાનની રાજધાની દુશાન્બેથી 341 કિ.મી. પૂર્વ-દક્ષિણ પૂર્વમાં સિૃથત હતું. ભૂકંપનો આ આંચકો એટલો તિવ્ર હતો કે દુશાન્બેમાં રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 6.8 નોંધાઈ હતી. આ સાથે સમગ્ર વિશ્વમાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં ભૂકંપના 53 આંચકા નોંધાયા હતા.
તાજિકિસ્તાનમાં વહેલી સવારે 7.00 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. જોકે, ભૂકંપના કારણે જાનહાનીના તાત્કાલિક કોઈ અહેવાલ ઉપલબૃધ નથી. આ ભૂકંપના પગલે કાશ્મીરમાં પણ 5.8ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં મંગળવારે સવારે આંચકા અનુભવાયા હતા.
ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં ખૈબર પખ્તુન્ખ્વાના કેટલાક ભાગોમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ ભૂકંપ પણ તાજિકિસ્તાનના ભૂકંપના કારણે આવ્યો હતો. પાકિસ્તાનમાં પેશાવર, માનસેહરા, સ્વાત, દીર લોઅર અને અપર, શાંગલા, સ્વાબી, માલકંદ, નૌશેરા, ચરસાડ્ડા, કોહત, ડી. આઈ. ખાન અને બન્નુમાં ભૂકંપની અસર અનુભવાઈ હતી.
ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ગભરાઈને ઘરોમાંથી બહાર આવી ગયા હતા. તાજેતરના સમયમાં ભારતમાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે. અગાઉ જમ્મુ-કાશ્મીરમાં સોમવારે સવારે 4.36 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 હતી.
જમ્મુ-કાશ્મીરમાં 9મી જૂને પણ ભૂકંપ અનુભવાયો હતો. 9મી જૂને 8.16 વાગ્યે આવેલા ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 3.9 રહી હતી. ભૂકંપનું કેન્દ્ર શ્રીનગરથી 14 કિ.મી. ઉત્તર અને ગાંદરબેલથી સાઉથ-ઈસ્ટ પર 7 કિ.મી. દૂર હતું.
વધુમાં છેલ્લા બે મહિના દરમિયાન દિલ્હી-એનસીઆરમાં પણ આઠ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોમવારે ગુજરાતમાં બપોરે 12.57 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 હતી. થોડાક કલાક પછી ભૂજપમાં 4.1ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. રવિવારથી સોમવાર સુધીમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં 14 વખત ભૂકંપ અને આફ્કટર શોક અનુભવાયા હતા.
આૃર્થક્વેક.યુએસજીએસ.જીઓવી મુજબ છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 53 જગ્યાએ ભૂકંપના નાના-મોટા આંચકા અનુભવાયા છે, જેમાં સૌથી મોટો ભૂકંપ તાજિકિસ્તાનમાં આવ્યો હતો. આ સિવાય અલાસ્કામાં 4.5, ન્યૂઝીલનેડમાં 4.9, જાપાનમાં 4.7, સોલોમન આઈલેન્ડ પર 5.3 અને તુર્કીમાં 5.4ની તીવ્રતાના ભૂકંપ નોંધાયા હતા. સૌથી વધુ 4.2થી 4.7ની તીવ્રતાવાળા પાંચ ભૂકંપ 24 કલાકમાં જાપાનમાં નોંધાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.