શ્રીનગરઃ પાકિસ્તાની ફાયરિંગનો જડબાતોડ જવાબ આપતા ભારતીય સેનાએ POKમાં આતંકીઓના ઠેકાણાઓ પર મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે. ભારતીય સેના દ્વારા કરાયેલી આ કાર્યવાહીમાં આતંકી ઠેકાણાઓને ઘણું નુકસાન પહોંચ્યું છે. આ હુમલાને અંજામ આપવા માટે સેનાએ આર્ટિલરી ગનનો ઉપયોગ કર્યો છે.આ કાર્યવાહીમાં ભારતીય સેનાએ ઘણા આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા છે. આ ઉપરાંત ઘણા લોન્ચિગ પેડને નષ્ટ કર્યા છે.
સરહદ પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ; 2 જવાન શહીદ, એક નાગરિકનું મોત
પાકિસ્તાને રવિવારે સવારે સીઝફાયરનું ઉલ્લંઘન કરીને જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સેનાના ચેકપોસ્ટ અને ગામના લોકોને નિશાન બનાવ્યા હતા. તાંઘર સેક્ટરમાં ભારે ગોળીબારના કારણે જવાનો શહીદ થયા હતા. સાથે જ એક નાગરિકનું મોત થઈ ગયું હતું. આ ઉપરાંત ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે. LOC પર ફાયરિંગના કારણેબે ઘર પુરી રીતે તબાહ થઈ ગયા છે. સાથે જ અન્ય ઘણા રહેણાક ઘરોને નુકસાન થયું છે.
પાકિસ્તાન 2 હજારથી વધારે વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરી ચુક્યું છે
15 સપ્ટેમ્બરે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે, આ વર્ષે અત્યાર સુધી પાકિસ્તાન 2050થી વધુ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરી ચુક્યું છે. જેમાં 21 નાગરિકોના મોત થયા હતા. સીઝફાયર ઉલ્લંઘનની આ ઘટનાઓમાં આતંકીઓની ઘુસણખોરી પણ સામેલ છે.
ભારતે પાકિસ્તાનને ઘણી વખત અપીલ કરી છે કે 2003ના સીઝફાયર કરારનું ઉલ્લંઘન ન કરો અને તમારા સૈનિકોને સરહદ પર શાંતિ અને સંયમ જાળવી રાખવાના આદેશ આપો. તેમ છતા સરહદ પારથી આ પ્રકારની ઘટનાઓનો અંત નહોતો આવ્યો.
શ્રીનગરમાં અશાંતિ ફેલાવવાના પ્રયાસો ચાલું છે. 10થી વધારે આતંકી શ્રીનગરની આસપાસ સંતાયા છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તે હવે બસ તકની રાહ જોઈ રહ્યાં છે. આ લોકો કાશ્મીરમાં કડકાઈ ઓછી થવા અને સુરક્ષા પ્રતિબંધોને ઢીલ મળે તેની જ રાહ જોઈને બેઠા છે. પથ્થરબાજોના નેટવર્કને પણ સક્રિય કરવાના પ્રયાસો ચાલું છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ આતંકીઓ શ્રીનગરના બહારના વિસ્તારોમાં ફરતા જોવા મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.