જમ્મૂ કાશ્મીરના બટોટ-ડોડા રોડ પર સેનાના જવાનો પર આતંકી હુમલો થયો હતો. ઉલ્લેખનીય છે કે આતંકી હુમલો સેનાના કાફલા પર કરવામાં આવ્યો હતો. હાલમાં કોઈ જવાનના ઘાયલ થવાના સમાચાર આવ્યા નથી.
સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ
જમ્મૂ કાશ્મીરના રામબનમાં બટોટ-ડોડા રોડ વિસ્તારમાં શુક્રવારે રાતે સુરક્ષાદળે આતંકીઓની સૂચના મળતાં જ વિસ્તારને ઘેરી લીધો હતો. આતંકીઓ જ્યારે ઘેરાઈ ચૂક્યા હતા ત્યારે તેઓએ સેના પર ફાયરિંગ શરૂ કર્યું હતું. સામસામે થઈ રહેલું ફાયરિંગ શનિવાર સવાર સુધી ચાલુ રહ્યું હતું. સૂત્રોના આધારે હજુ પણ અહીં 2-3 આતંકીઓ છૂપાયેલા હોઈ શકે છે.
પાકિસ્તાનમાં આશરો લઈ રહેલા આતંકીઓ ભારતીય સીમમાં હુમલા માટે વિવિધ કાવતરા રચી રહ્યા છે. ત્યારે ફરીથી જમ્મૂ-કશ્મીરમાં સેનાના કાફલા પર આતંકી હુમલો થયો છે. જમ્મૂ-કશ્મીરના બટોટ- ડોડામાં સેનાના કાફલા પર આતંકી હુમલો થયો છે. સેનાના કાફલા પર ગ્રેનેડથી હુમલો થયો છે. સદનસીબે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. પણ હુમલા બાદ સુરક્ષાબળના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધરીને આતંકીઓનો ખાતમો બોલાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રોના આધારે હજુ પણ આતંકીઓ અહીં છૂપાયેલા છે. સીઆરપીએફ અને એસઓજીની સંયુક્ત ટીમ આ વિસ્તારમાં ફેલાયેલી છે. જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દેવાયા પછી સુરક્ષા એજન્સીઓએ આતંકીઓ માટે કડક પગલાં લીધા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.