જામનગરમાં તક્ષશિલા અગ્નિ કાંડ જેવી મોટી હોનારત થતાં ટળી : આગ લાગતા ક્લાસીસમાં ભણતા બાળકોને પહેલા માળેથી ઉતાર્યા

શહેરમાં સુરત ટ્યૂશન ક્લાસની હોનારત થતા થતા રહી ગઇ છે. જી.જી. હોસ્પિટલ પાસે આવેલા રાધેક્રિષ્ના એવન્યુ કોમ્પલેક્સનાં પહેલા માળે આવેલા ડો.બત્રાનાં હોમિયોપેથી ક્લિનિકમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં સુપર ગ્રેવીટી નામનાં ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પહેલા માળની બાલ્કનીમાંથી નીચે ઉતારવામાં આવ્યાં હતાં. સદનસીબે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર નથી.

આને પગલે બે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા આવી હતી. પ્રાથમિક તપાસ પ્રમાણે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

આ ગોઝારી દુર્ઘટનામાં આસપાસનાં સ્થાનિકોએ સુપર ગ્રેવીટી ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરતા બાળકોનાં જીવ બચાવ્યાં હતાં. સમયસૂચકતા વાપરીને વિદ્યાર્થીઓને બાલ્કનીમાંખી બહાર કાઢવામાં આવ્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.