રાજકોટમાં ફાટ્યો કોરોનાનો રાફડો,જામનગરમાં સંક્રમણ કાબૂ બહાર

કોવિડ-૧૯ના કેસો ઘટવાના કોઈઅણસાર નથી. ગઈકાલે સૌરાષ્ટ્રના ૧૨૭૦ નવા કેસ અને ૧૩૩નાં મોત નોંધાયા બાદ આજે પણ ઊછાળા સાથે ૧૪૫૧ નવા કેસ આવી પડયા છે, તો રાજકોટમાં ૫૮, જામનગરમાં ૫૫, અમરેલીમાં ૧૬, મરોબીમાં ૧૩ અને જૂનાગડમાં ૧ મળીને ૧૪૩ કોરોના પેશન્ટસના મૃત્યુ નિપજયા છે.

એસ.ટી.માં ટેસ્ટીંગ દરમિયાન ૩૭ મુસાફરમાં કોરોના પોઝિટીવ માલુમ પડયો હતો. શહેરમાં પોઝિટીવ રેશિયો વધીને ૪.૩૪ ટકા રહ્યો હતો.

મોરબી જીલ્લામાં કોરોના કેસો વધી રહ્યાં છે. આજે નવા ૬૫ કેસો નોંધાયા છે, જયારે ૧૯ દર્દી સ્વસ્થ થયા છે. નવા કેસોમાં મોરબી તાલુકાનાં ૩૩ કેસોમાં ૧૨ ગ્રામ્ય અને ૨૧ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૯ કેસોમાં ૦૪ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમાં, હળવદનાં ૧૨ કેસોમાં ૦૫ ગ્રામ્ય અને ૦૭ શહેરી વિસ્તારમાં, ટંકારાના ૦૬ અને માળિયાના ૦૫ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૬૫ કેસ નોંધાયા છે.

છેલ્લા ૨૪ કલાકના સમયગાળા દરમિયાન સરકારી જી.જી. હોસ્પિટલમાં વધુ ૫૫ દર્દીઓના કોરોના કારણે મૃત્યુ નિપજયા છે. જિલ્લામાં સતત ત્રીજા દિવસે ૩૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગર શહેરમાં કોરોનાનાં કેસ આંકડો ૧૮૭ નો થયો છે. તેમજ ગ્રામ્યમાં ૧૧૫ પોઝિટિવ કેસ નોંધાતાં વહીવટી તંત્ર ચિંતામાં મુકાયું છે. શહેરનાં ૭૭ જયારે ગ્રામ્ય વિસ્તારનાં ૧૧૭ દર્દીઓ સહિત કુલ ૧૯૪ દર્દીઓ સાજા થતાં તેઓને રજા મળી છે.

અમરેલીમાં નવા કેસ ૯૮ આવ્યા, તો છેલ્લા ૨૪ કલાકમાં ૧૬ મોત થયા છે, જે સરકારી ચોપડે બતાવાયા નથી. જૂનાગઢમાં એક કોવિડ ડેથ ઉમેરાયું છે.

જીલ્લાના નાગરિકોને કોવીડ ૧૯ પોઝીટીવ દર્દીઓને ડેઝીગનેટેડ હોસ્પિટલ અને કોવીડ કેર સેન્ટરમાં બેડ ઉપલબ્ધ છે કે નહિ તેની માહિતી ફોન દ્વારા મળી રહે તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર કચેરી ખાતે હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે. બુધવારે સવારે ૬ વાગ્યાથી કલેકટર કચેરીના કંટ્રોલ રૂમ ૨૪ટ૭ કલાક કાર્યરત રહેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.