વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું સમગ્ર વિશ્વ નમસ્તેની આદત કેળવી રહ્યું છે, જો કોઈ કારણથી આપણે આ છોડી દીધી હોય તો હાથ મિલાવવાની જગ્યાએ ફરીથી આ આદત પાડવાનો આ યોગ્ય સમય છે. હું તમને અપીલ કરું છે કે કોઈ અફવાઓ પર ધ્યાન ન આપો. જો કોઈ પણ શંકા હોય તો ડોક્ટરની સલાહ લો.
મોદીએ વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા જનઔષધિ કેન્દ્રના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. તેમણે કહ્યું કે આ દિવસ કોઈ યોજનાને સેલિબ્રેટ કરવાનો નથી પરંતુ લાખો ભારતીયો, પરિવારો સાથે જોડવવાનો દિવસ પણ છે, જેમને આ યોજના દ્વારા રાહત મળી છે. વડાપ્રધાન ભારતીય જનઔષધિ પરિયોજનાના લાભાર્થીઓમાં સામેલ દીપા શાહને ભાવુક જોઈને મોદી પણ ઈમોશનલ થઈ ગયા.
ભારતના 728 જિલ્લાઓમાંથી 700 જિલ્લામાં જનઔષધિ કેન્દ્રોની શરૂઆત થઈ ચૂકી છે. હાલ 6200 જન-ઔષધી કેન્દ્રોના માધ્યમથી ઘણી બીમારીઓની દવાઓ અને ચિકિત્સા ઉપકરણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 1થી 7 માર્ચની વચ્ચે જનઔષધિ સપ્તાહ આયોજિત કરવામાં આવે છે.
મોદીએ ટ્વિટ કર્યુંઃ હું આવા તમામ લોકો સાથે વાતચીત માટે ઉત્સાહિત છું, જેમને સસ્તા ભાવે દવાઓ મળી છે. આ સિવાય ઘણા સ્ટોર માલિકો આત્મનિર્ભર પણ બન્યા છે. આ કારણે જ પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજના વિશેષ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.