કેન્દ્ર સરકાર તરફથી દેશની જનતાને જનધન ખાતાની સુવિધા આપવામાં આવે છે. જો તમે પણ આવું ખાતું ખોલાવો છો તો તમને અનેક પ્રકારની સુવિધા મળે છે. પરંતુ જો તમે વીમા નો લાભ લેવા માંગો છો તો તમારે તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે.
જો તમે તમારું બેંક ખાતું આધાર સાથે લિંક કરાવ્યું હશે તો જ આ ફાયદો મળશે. એટલે કે આધાર સાથે લિંક ન કરાવવાથી સીધુ જ તમને એક લાખ રૂપિયાનું નુકસાન થશે. આ ઉપરાંત આ ખાતા પર 30,000 રૂપિયાનું અકસ્માતે મોતનું સુરક્ષા કવચ પણ આધાર કાર્ડ સાથે ખાતું લિંક હશે તો જ મળશે
પ્રધાનમંત્રી જનધન ખાતા પર ગ્રાહકોને પાંચ હજાર રૂપિયાનો ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળે છે. ઓવરડ્રાફ્ટની સુવિધાનો લાભ લેવા માટે પણ આધારકાર્ડ હોવું જરૂરી છે. આ ઉપરાંત PMJDY સાથે આધારકાર્ડ લિંક હોય તે પણ જરૂરી છે.
2 લાખ રૂપિયા સુધી અકસ્માત વીમા સુરક્ષા
>> 30,000 રૂપિયાનો લાઇફ વીમો, જે લાભાર્થીના મોત પર યોગ્ય શરત પૂર્ણ કરવા પર મળે છે
>> ડિપોઝિટ પર વ્યાજ મળે છે
>> ખાતા સાથે ફ્રી મોબાઇલ બેન્કિંગની સુવિધા મળે છે
>> જનધાન ખાતું ખોલાવવા પર રૂપે ડેબિટ કાર્ડ મળે છે. જેનાથી પૈસા ઉપાડી શકાય છે અને ખરીદી પણ કરી શકાય છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.