ઓસ્ટ્રેલિયામાં આગ અને વરસાદને કારણે આવેલાં પુર બાદ હવે એક નવી મુસીબત સામે આવી ગઈ છે. ઓસ્ટ્રેલિયાનાં શહેરોમાં હવે મોતનું નવું નામ છે કરોળિયો. આ એક એવો કરોળિયો છે જેનાં કરડવાથી ફક્ત 15 જ મિનિટમાં માણસોનાં મોત થઈ રહ્યા છે. આ કરોળિયાનું નામ છે,ફનેલ વેબ સ્પાઈડર.
ઓસ્ટ્રેલિયાનાં જંગલોમાં લાગેલી આગનાં સમયે આ કરોળિયા જમીનની અંદર છુપાઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ તરજ થયેલા વરસાદને કારણે આવેલાં પુરને કારણે તેઓ શહેરો તરફ ભાગવા માટે મજબુર થયા હતા.
પરિણામે ઓસ્ટ્રેલિયાનાં શહેરોમાં ફનેલ વેબ સ્પાઈડરની જાળ ફેલાઈ રહી છે. ઓસ્ટ્રેલિયામાં ફનેલ વેબ સ્પાઈડરની 40 પ્રજાતિઓ છે. આ દુનિયાનું સૌથી ખતરનાક અને ઝેરી કરોળિયામાંથી એક છે. તેનાં કરડવાથી 15 મિનીટની અંદર જ માણસનું મોત થઈ જાય છે.
સિડની, ન્યૂ સાઉથ વેલ્સમાં આ કરોળિયાનો પ્રકોપ વધી ગયો છે. જોકે, આ ઝેરી કરોળિયાના ઝેરથી એન્ટી વેનમ દવાઓ બનાવવામાં આવે છે. તેનો ડંખ એટલો ખતરનાક હોય છે. કે તે જ્યાં કરડે તે જગ્યાએ લાલ રંગનું નિશાન થઈ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.