જંગલરાજ લાવવા માંગતા લોકો નથી ઈચ્છતા કે તમે જય શ્રી રામનો નારો લગાવોઃ મોદી

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનુ વોટિંગ ચાલી રહ્યુ છે ત્યારે પીએમ મોદીએ બિહારના સહરસામાં એક સભાને સંબોધિત કરી હતી.

તેમણે કહ્યુ હતુ કે, છેલ્લા કેટલાક દિવસોમાં બિહારના તમામ વિસ્તારોમાં ગયો છું અને લોક લાગણીનો અનુભવ કર્યો છે.બીજા તબક્કાના મતદાનનો જે ટ્રેન્ડ છે તે જોતા બિહારમાં લોકોનો જનાદેશ બહુ સ્પષ્ટ છે કે, ફરી એક વખત બિહારમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે.જંગલરાજના સમયમાં બિહારની ક્ષમતા સાથે વિશ્વાસ ઘાત કરવામાં આવ્યો હતો અને બિહારના નાગરિકો આ વાત સારી રીતે જાણે છે.જંગલરાજમાં વારંવાર ગરીબોનુ નામ લેનારાઓએ ગરીબોને જ ચૂંટણીથી દુર કરી દીધા હતા.ગરીબોને બિહારમાં પોતાની ઈચ્છા પ્રમાણે સરકાર બનાવવાનો અધિકાર જ નહોતો.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, બિહારમાં જંગલરાજ લાવનારાઓના સાથીદારો શું ઈચ્છે છે તે લોકોએ જાણી લેવાની જરુર છે.તેઓ ઈચ્છે છે કે, લોકો બિહારમાં ભારત માતા કી જયનો નારો ના લગાવે, તેઓ ઈચ્છે છે કે, તમે જયશ્રી રામના બોલો , મા ભારતીનો જયજયકાર તેમને નથી ગમતો

તેમણે કહ્યુ હતુ કે, તમારા એક વોટની તાકાદ છી ના આંકતા, તમારો મત જ બિહારના ઉજળા ભવિષ્યની ગેરંટી છે.એક દાયકામાં નિતિશ કુમારના નેતૃત્વ હેઠળ બિહારમાં વીજળી, પાણી અને સડક જેવી સુવિધાઓ ગામડાઓ સુધી પહોંચી છે.બિહારના દરેક જિલ્લામાં એક પ્રોડ્કટ છે જે દેશ વિદેશના બજારોમા ધૂમ મચાવી શકે છે.આત્મનિર્ભર બિહાર માટે દરેક જિલ્લામાં આવા ઉત્પાદનોન પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગોને બિહારમાં લાવવાની પ્રક્રિયા શુ થઈ ચુકી છે.ખેડૂતોને એનડીએ સરકાર પ્રોત્સાહન અને સંરક્ષણ આપી રહી છે.

પીએમ મોદીએ અપીલ કરી હતી કે, લોકો આજે પહેલા કરતા અનેક ગણી વધારે ખાદી ખરીદી લઈ રહ્યા છે.હું દેશના 130 કરોડ લોકોને આગામી દિવાળીના તહેવારોમાં શક્ય હોય તેટલી વધારે ખાદી ખરીદવા માટે અપીલ કરુ છું.બિહારે જંગલરાજને અને ડબલ યુવરાજોને નકારી કાઢ્યા છે.બિહારની જનતા જાણે છે કે, વિકાસ માટે કોણ કટબધ્ધ છે અને કોણ પોતાના પરિવારનો વિકાસ કરવા માંગે છે.કેટલાક લોકોને પરેશાની છે કે, મોદી કેમ સતત ચૂંટણી જીતે છે પણ મોદી ચૂંટણી એટલે જીતે છે કે, તે માતા અને બહેનની પરેશાની ઓછી કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.