રિયો ડી જાનેરો સહિતના ઓછામાં ઓછા દસ શહેરોમાં, માર્ચ મહિનામાં જન્મદર કરતા વધુ નોંધાયો હતો મૃત્યુદર

ગયા મહિને બ્રાઝિલના અનેક શહેરોમાં જન્મ કરતાં વધુ મોત નોંધાયા હતા. રિયો ડી જાનેરો સહિતના ઓછામાં ઓછા દસ શહેરોમાં માર્ચ મહિનામાં જન્મદર કરતા મૃત્યુદર વધુ નોંધાયો હતો.

રાષ્ટ્રીય સિવિલ રજિસ્ટર મુજબ, રિયો ડી જાનેરોમાં માર્ચમાં 36,437 મૃત્યુ નોંધાયા હતા, જેની સામે માત્ર 32,060 બાળકોનો જન્મ થયો હતો.

બ્રાઝિલના તમામ 27 પ્રદેશોમાં હાલમાં આઇસીયુ ક્ષમતા લગભગ 80 ટકા જેટલી છે. બ્રાઝિલમાં 13 મિલિયનથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. તેમાંથી 380,000 લોકો મોત થયા હતા. જે યુનાઇટેડ સ્ટેટ્સ પછીનો સૌથી વધુ મૃત્યુઆંક છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.