જાણો આજનું રાશિફળ,કેવો છે આજનો દિવસ….

મેષ રાશિ

ધાર્યો લાભ વિલંબમાં પડતો જણાય. નિરાશ થયા વિના પ્રયત્નો અને મદદ વડે બાજી સુધારી લેજો.

વૃષભ રાશિ

આવક કરતાં જાવકનું પલ્લું નમી ન જાય તે જોજો. સ્નેહીથી મિલન તથા સંવાદિતા સર્જી શકશો.

મિથુન રાશિ

મહત્ત્વની કામગીરી અંગે કોઈ અગત્યની તક આવી મળે. સ્નેહીનો સહકાર.

કર્ક રાશિ

મનોસ્થિતિને સમતોલ અને સમાધાનકારી રાખજો. ચિંતા દૂર થાય.

સિંહ રાશિ

આપના મનના ઓરતાં અધૂરાં ન રહી જાય તે માટે અનુભવની મદદ લેજો. નાણાકીય સમસ્યા જણાય.

કન્યા રાશિ

આપના અગત્યના પ્રશ્નો અને કાર્યોને ઉકેલવા સંજોગ સાનુકૂળ થતાં જણાશે. મિત્ર-વડીલ વર્ગથી મિલન થાય.

તુલારાશિ

હકારાત્મક અભિગમ અને ધીરજપૂર્વકની મહેનત ફ્ળતી જણાય. ગૃહજીવનના પ્રશ્નો પતે.

વૃશ્ચિક રાશિ

વેપાર-ધંધાના ક્ષેત્રે સુધારો જોવા મળે.સંપત્તિના કામમાં આગળ વધી શકશો.

ધન રાશિ

આપના નોકરી-ધંધાના ક્ષેત્રે જણાતો બોજ હળવો બનાવી શકશો. કૌટુંબિક પ્રશ્ન હલ થતો લાગે.

મકર રાશિ

કોઈપણ પ્રશ્નને મમત, જિદ્ કે સ્વમાનનો ન બનાવશો. વિલંબથી કાર્ય સફ્ળતા મળતી જણાય. મનની શાંતિ મળે.

કુંભ રાશિ

સામાજિક-વ્યાવસાયિક ક્ષેત્રે સાનુકૂળ તક સર્જાતા પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય. નાણાભીડ. તબિયત ચિંતા દૂર થાય.

મીન રાશિ

આપની અગત્યની કામગીરીમાં જણાતા અંતરાયોને હલ કરવા ધ્યાન આપજો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.