અમદાવાદના સ્ટેડિયમ વોર્ડમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં 6 જુલાઈએ વહેલી સવારે આગ લાગી હતી. કોવિડ કેર સેન્ટર તરીકે કાર્યરત હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આવેલી હોસ્પિટલમાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. ત્યારે શ્રેય હોસ્પિટલના સંચાલકોનું રાજકીય કનેક્શન સામે આવ્યું છે.
શ્રેય હોસ્પિટલના ડાયરેક્ટર ભરતભાઈ મહંત ભાજપના નેતા છે. તેઓ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી વખતે ભાજપમાં જોડાયા હતા.ભરતભાઈ મહંત પૂર્વ મંત્રી વિજયદાસ મહંતના પુત્ર છે. વિજયદાસ મહંત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ હતા. તેમજ કોંગ્રેસની સરકારમાં મંત્રી પણ હતા. હાલ તો ભરત મહંતની અટકાયત કરીને પોલીસે આગકાંડ મામલે પૂછપરછ શરૂ કરી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇએએસ અધિકારી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીની નિયુક્તિ કરી છે. મુખ્યમંત્રીએ તેમને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવા સહિતનો અહેવાલ રાજ્ય સરકારને આપવા સૂચનાઓ પણ આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.