સોનાના ભાવ આજે જાણીને ખુશ થઇ જાશો,જાણો આજે અત્યાર સુઘીમાં આજે સોનુ કેટલુ થયુ સસ્તુ !

સોનાની કિંમત ઘટતા ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જો સોનાના ભાવમાં હજુ વધુ ઘટાડો થાય છે, તો ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્લેટફોર્મ પર સોનાનું વેચાણ વધવાની શક્યતા છે. ઈન્ડિયા બુલિયન માર્કેટ અને જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ ગોલ્ડની માંગ વધી રહી છે. કિંમતોમાં ઘટાડો થતાં ગ્રાહકોનો ખરીદીમાં રસ વધ્યો છે. અર્થવ્યવસ્થા પણ ખુલી રહી છે, જેમાં લોકો સોનાને લાંબા ગાળાના એસેટ ક્લાસ તરીકે જુએ

અમદાવાદ સોનાનો ભાવ: આ ઉપરાંત આજે શુક્રવારે અમદાવાદમાં Goldના ભાવમાં પણ રૂપિયા 200નો ઘટાડો નોંધાયો છે. 10 ગ્રામ સોનું સ્ટાન્ડર્ડ (99.9) 50,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,600 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે. ગઈ કાલે ગુરૂવારે 10 ગ્રામ સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,800 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું.

આજે પાટનગર દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 43 ઘટીને રૂ. 48,142 પર પહોંચી ગયો છે. આ પહેલા ગુરુવારે એક દિવસના કારોબાર બાદ તે 48,185 ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 1810 ડોલર પ્રતિ ઔંશ પર પહોંચી ગયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.