કોરોના શરીરના અન્ય અંગોની સાથે આંખને પણ અસરકરે છે. આંખમાં લાલાશ અનો સોજા લાવે છે તો સાથે તે રેટિનાને પણ અસર કરી શકે છે.
કોરોના વાયરસ આંખની મદદથી પણ ફેલાય છે, જેમ મોઢા અને નાકથી ફેલાય છે. કોઈ સંક્રમિતની ખાંસી કે છીંક કે વાત કરતી સમયે મોઢું કે નાકની મદદથી તમારામાં પ્રવેશ કરી શકે છે.
વિશેષજ્ઞો કહે છે કે કોરોના વાયરસ આંખમાં લાલાશ અને સોજા લાવે છે. જો આંખની બહાર તકલીફ છે તો તમે દવાની મદદ લઈ શકો છો પણ તે અંદર પહોંચે છે તો તમારા રેટિનાને અસર થઈ શકે છે. કેટલાક દર્દીની આંખની રોશની પણ જતી રહે છે
વાયરસ ચશ્માના કારણે ઉપર રહે છે અને પછી નીચેથી પણ તમારી આંખ સુધી પહોંચી શકે છે. જો તમે એક બીમાર રોગી કે સંભાવિત રીતે સંક્રમિત વ્યક્તિની દેખરેખ કરો છો તો તમારી આંખોને સુરક્ષા આપવાની જરૂર છે.
ખંજવાળ આવે તો તમારી આંખને મસળવાને બદલે તમારા ચશ્માને એડજેસ્ટ કરો અને આંગળીને બદલે ટિશ્યૂનો ઉપયોગ કરો. સૂકાયેલી આંખો વધારે ઘસાય છે અને શક્ય હોય તો દિવસે મોશ્ચરાઈઝિંગ ડ્રોપ્સ પણ આંખમાં નાંખો. જો આંખને અડવું પડે તો સાબુ કે સેનેટાઈઝરથી 20 સેકંડ માટે હાથ ધોયા બાદ જ અડવાનો આગ્રહ રાખો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.