બીટ કાચું ખાઓ કે રાંધીને, તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. તે સામાન્ય રીતે બીટરૂટ અથવા સલાડ તરીકે ઓળખાય છે.
શું તમે જાણો છો બીટ એટલાં પોષકથી ભરેલું છે કે તેને સુપરફૂડ ટાઇટન તરીકે ઓળખવામાં આવે છે. તમને બીટનું સેવન કરવાના કેટલાક ફાયદા જણાવીશું.
બીટરૂટ્સ બીટાલાઇન્સ તરીકે ઓળખાતા ફાયટોન્યુટ્રિએન્ટ્સથી ભરેલાં હોય છે. જે તેનામાં એિન્ટઓકિસડન્ટની પૂરતી હાજરીનું કારણ છે. તેના બળતરા વિરોધી ગુણધર્મોના લીધે તીવ્ર બળતરા ટાળી શકાય છે.
બીટરૂટ્સ એ તમારા આહારમાં ફાઈબરનો ઉત્તમ સ્રોત છે. એક કપ બીટરૂટમાં ગ્લુટામાઇન, એમિનો એસિડ્સ અને ૩.૪ ગ્રામ ફાઇબર હોય છે, જે તમારા આંતરડાના આરોગ્ય માટે લાભદાયક છે. આમ, કબજિયાત, આંતરડાંમાં બળતરા તેમજ પેટના કેન્સરનું જોખમ ઘટાડે છે અને ચયાપચયને મજબૂત બનાવે છે.
- બીટરૂટમાં હાજર નાઇટ્રેટ ખાતરી કરે છે કે તમારું હૃદયનું આરોગ્ય સારું છે. તેઓ બ્લડ પ્રેશર ઓછું કરવા, હૃદયરોગના હુમલાઓ અને હૃદયરોગની બીમારીઓથી રક્ષણ આપે છે.
તે રુધિરવાહિનીઓને પાતળી કરવામાં મદદ કરે છે અને મગજમાં સરળ રક્ત પ્રવાહમાં મદદ કરી મગજમાં લોહીનો પ્રવાહ વધારે છે, જેથી મગજનું સ્વાસ્થ્ય સારું રહે છે.
- બીટરૂટ્સ વિટામિન-બી6, વિટામિન-સી, ફોલિક એસિડ, પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, આયર્ન, ફોસ્ફરસથી ભરપૂર છે. તમે બીટનું સલાડ, જ્યૂસ અથવા બીટની છાલ કે તેનાં પાંદડાંનું પણ સેવન કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.