WhatsApp મેસેજથી કરી શકશો બુકિંગ,જાણો બુકિંગ બાદનું સ્ટેટસ પણ

તમારા WhatsAppની મદદથી તમારા સિલિન્ડરને બુક કરાવી શકો છો. આ સુવિધા ફક્ત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ઇન્ડેન ગેસના ગ્રાહકોને મળે છે. એટલું જ નહીં ઈન્ડેન ગેસ ગ્રાહકોને માટે એક મિસ્ડ કોલ નંબર પણ ધરાવે છે.

તમે આ નંબર પર ફક્ત REFILL ટાઈપ કરો અને મેસેજ કરી લો, વોટ્સએપની મદદથી સ્ટેટસની જાણકારી મળી જશે. તમે ઈન્ડેન ગેસના ગ્રાહક છો તો તમે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના એક વોટ્સએપ નંબર પર રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી REFILL  ટાઈપ કરો અને તેને 7588888824 પર વોટ્સએપ કરીને મેસેજ કરો.

ઈન્ડિયન ઓઈલે કહ્યું છે કે આ સુવિધા એ લોકો અને વૃદ્ધઓને રાહત આપશે જેઓ આઈવીઆરએસમાં પોતાને ફિટ કરી શકતા નથી. એલપીજી ગ્રાહકે સિલિન્જર ભરાવવાને માટે દેશમાં ક્યાયથી પણ 8454955555 પર મિસ્ડ કોલ કરીને બુકિંગ કરાવવાનું રહે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.