જો કોરોનાથી સાજા થયા બાદ વ્યક્તિ ફરીથી સંક્રમિત થઈ શકે છે. કોરોના વેક્સીન કારગર સાબિત થઈ રહી છે. એક્સપર્ટસનું માનવું છે કે દરેક પરિસ્થિતમાં દરેક સમયે 100 ટકા સુરક્ષાની ગેરેંટી મળી શકતી નથી.
ડેન્ટિસ્ટની સલાહ છે કે જે વ્યક્તિ હાલમાં કોરોનાથી સાજા થઈને ઘરે પરત આવ્યા છે તેઓએ તરત જ ટૂથબ્રશ અને ટંગ ક્લીનરને બદલી લેવા જોઈએ. આમ કરવાથી તેઓ ફક્ત સંક્રમણથી બચે છે એવુ નથી પણ ઘરના અન્ય લોકોને પણ સંક્રમિત થવાથી બચાવે છે.
આ ખાસ ત્યારે થાય છે જ્યારે ઘરમાં એક જ વોશરૂમનો ઉપયોગ કરવામાં આવે. તમે કે તમારા પરિવાર અને દોસ્તામાંથી કોઈને પણ કોરોના થયો છે તો તમે સાજા થયા બાદ તમારું ટૂથબ્રશ અને ટંગ ક્લીનર બદલી લો તે આવશ્યક છે.
એક ડેન્ટિસ્ટે કહ્યું છે કે અમે કોરોના દર્દીને સલાહ આપીએ છીએ કે તમને કોરોના થયો છે તો પહેલા રિપોર્ટના 20 દિવસ બાદ તમે ટંગ ક્લીનર અને ટૂથબ્રશ ચેન્જ કરી લો. સાવધાની માટે તમે માઉથવોશ અને બીટાડીન ગાર્ગલ કરી શકો છો. જે મોઢાના વાયરસને ઘટાડવામાં મદદ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.