જાણો ધનતેરસની પૂજાનો સમય, વિધિ અને મહત્વ

શાસ્ત્રો અનુસાર ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો. આ દિવસે કળશ અને આયુર્વેદ લઈને પ્રકટ થયા હતા. આ કારણે ભગવાન ધન્વંતરીને ઔષધિના જાતક પણ કહેવામાં આવે છે.

ધનતેરસ 2019: ચાલો જાણી લો આ વર્ષે કઈ તારીખે છે ધનતેરસ, જાણો પૂજાનો સમય, વિધિ અને મહત્વ

ધનતેરસનો તહેવાર આ વખતે 25 ઑક્ટોબરે મનાવવામાં આવશે. આ દિવસે ધનના દેવતા કુબેરની પૂજા અર્ચના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ખરીદી કરવાનું ઘણું મહત્વ છે.ઐમ કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. ધનના દેવતા ધનવંતરીની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે ખરીદવામાં આવેલા સામાનની પણ પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે પૂજા કરવાથી ઘરમાં સૌભાગ્ય, ખૂશી અને સંપન્નતા બની રહે છે. અને જાતકોને ઋણના બોજથી મુક્તિ મળે છે. આવો જાણીએ કેમ ઉજવવામાં આવે છે ધનતેરસનો તહેવાર..

શાસ્ત્રો અનુસાર ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો. આ દિવસે કળશ અને આયુર્વેદ લઈને પ્રકટ થયા હતા. આ કારણે ભગવાન ધન્વંતરીને ઔષધિના જાતક પણ કહેવામાં આવે છે. આવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે સોના-ચાંદીના વાસણ ખરીદવા શુભ ગણાય છે.

  • ધનતેરસની પૂજાનું શુભ મૂહુર્ત સાંજે 7 વાગીને 8 મિનિટથી લઈને 8 વાગીને 14 મિનિટ સુધીનું રહેશે.
  • ધનતેરસ પર પ્રદોષકાળ સાંજે 5 વાગીને 39 મિનિટ થી લઈને 8 વાગીને 14 મિનિટ સુધીનો રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.