જાણો, ડિજીટલ ટોલ ફાસ્ટેગ વિશે, કેમ એક જ દિવસમાં વેચાયા સવા લાખથી વધુ

કેન્દ્ર સરકારે કહ્યું કે અત્યાર સુધીમાં 70 લાખથી વધુ ફાસ્ટેગ જાહેર કરવામાં આવ્યા છે. મંગળવારે સૌથી વધું 1,35,583 ટેગનું વેચાણ થયું આ એક દિવસમાં વેચાણનો સૌથી ઉચોં આંકડો છે.

રાષ્ટ્રીય ઈલેક્ટ્રોનિક ટોલ સંગ્રહ (NETC) કાર્યક્રમને દેશભરમાં લાગૂ કરવામાં આવ્યું જેથી બાધાઓને ખતમ કરીને વાહનવ્યવહારને સુગમ અને શુલ્ક સંગ્રહને આસાન બનાવી શકાય. આ માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય ની મોટી પહેલ છે.

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, આજની તારીખ સુધીમાં 70 લાખથી વધુ ફાસ્ટેગ જાહેર કરવામાં આવ્યા છે. 26 નવેમ્બર 2019ના એક દિવસમાં સૌથી વધુ 1,35,583 ટેગ જાહેર કરવામાં આવ્યા છે. આ પહેલા એક દિવસના સૌથી વધુ 1.03 લાખ ટેગ જાહેર કરવામાં આવ્યા હતાં.

ફાસ્ટેગ જાહેર કરવામાં દરરોજ અંદાજીત 330 ટકા વૃદ્ધિ જોવા મળી રહી છે. આ આંકડો જુલાઈમાં 8000 થી વધીને નવેમ્બરમાં 35000 પહોંચી ગયો હતો. નિવેદનમાં જણાવાયું કે, ફાસ્ટેગને 21 નવેમ્બરના મફત કર્યા બાદ ફાસ્ટેગના વેચાણમાં તેજી જોવા મળી છે. ફાસ્ટેગને 560થી વધુ ટોલ પ્લાઝા પર સ્વીકાર કરવામાં આવી રહ્યું છે અને આને વધારવામાં આવી રહ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.