જાણો ફેસબુક કંપનીએ રાહુલ ગાંધીના નિવેદન પર શું પ્રતિક્રિયા આપી…

ફેસબુક પર રવિવારે આરોપ મૂકવામાં આવ્યો હતો કે ફેસબુક ભારતના સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓ અને કાર્યકરોનાં ‘નફરત ફેલાવતાં ભાષણ’ પર નરમ વલણ રાખે છે.

આ સમગ્ર મામલા પર ફેસબુકે કહ્યું છે કે ‘હેટ સ્પીચ’ વિરુદ્ધ તેમની નીતિ સ્વતંત્ર છે અને એને કોઈ પક્ષ કે વિચારધારા પ્રત્યે નરમાશ કે ગરમી સાથે સંબંધ નથી.

ફેસબુકના એક પ્રવક્તાએ કહ્યું, “અમે નફરત ફેલાવતાં ભાષણોને રોકીએ છીએ. આ અંગે અમારી એક વૈશ્વિક નીતિ છે અને એને કોઈ રાજકીય પક્ષ કે વિચારધારા સાથે સંબંધ નથી. આ અંગે વધારે કામ કરવાની જરૂર છે. આ મામલામાં અમે નિષ્પક્ષતાથી કામ કરી રહ્યા છીએ.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.