જાણો ગણેશ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને વીધી નહિતર લાગી શકે છે મોટો કલંક

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણને પણ આજ ચતુર્થી ચંદ્ર દર્શનનો દોષ લાગ્યો હતો. જેને કારણે તેમના પર સ્યામંતક મણી ચોરીનો અને ખૂનનો આરોપ લાગ્યો હતો. આમ ભગવાન કૃષ્ણ પણ શ્રી ગણેશજીએ ચોથના ચંદ્રને આપેલા કલંક દોષ ના શ્રાપથી બચી શક્યા ન હતા.

શાસ્ત્રોમાં ગણેશ ચતુર્થીના ચંદ્ર દર્શન મનાય છે અશુભ

તેથી જ શાસ્ત્રોમાં ગણેશ ચતુર્થીના ચંદ્ર દર્શન ને અશુભ માનવામાં આવે છે. ભક્તજનોની શાસ્ત્રમાં બતાવ્યા મુજબની સાવધાની રાખી ચંદ્રના આ ચતુર્થી ચંદ્ર ના કલંકદોષ થી બચવું જોઈએ અને જીવનપર્યંત યાદ રાખવું જોઈએ . પરંતુ ભૂલથી પણ જો દર્શન થઈ જાય તો કહેવાય છે કે વર્ષ પર્યંતમાં કોઈ બીજાના દોષ નો કે ચોરીનો આરોપ આપણા શિરે આવે છે અને જીવન પર કલંક દોષ લાગે છે.

ગણેશ ચતુર્થીથી અનંત ચૌદશની વચ્ચે સંકલ્પ કરી આ કલંકદોષમાંથી મુક્તિ મળે

શાસ્ત્રમાં ઉપાય બતાવ્યા અનુસાર જો દોષ લાગી જાય તો ગણેશ ચતુર્થીથી અનંત ચૌદશની વચ્ચે સંકલ્પ કરી આ કલંકદોષમાંથી મુક્તિ મળે તેવા ભાવ સાથે આપેલા મંત્રનીએક માળા ત્રણ દિવસ સુધી કરવી જોઈએ.
સિંહ પ્રસેન મણ્વધીત્સિંહો જામ્બવતા હત:
સુકુમાર મા રોદીસ્ત્વ હ્યોષ સ્યમંતક:

અથવા ગણેશ ચતુર્થી થી અનંત ચૌદશની વચ્ચે પાંચ ઉપવાસ રાખી ગણેશજીની આરાધના કરવામાં આવે અનેઓમ ગં ગણપતયે નમઃમંત્રની રાત્રે સુતા પહેલા એક માળા કરી કલંક દોષ મુક્તિની પ્રાર્થના કરવામાં આવે તો ચોક્કસ આ દોષમાંથી મુક્તિ મેળવી શકાય છે.

ગણેશ સ્થાપન ના શુભ મુહૂર્ત

  • સવારે ૭-૫૫ થી ૯-૩૧ શુભ
  • અભિજીત બપોરે ૧૨-૧૭ થી ૧૩-૦૮
  • બપોરે ૧૨-૪૨ થી ૧૪-૧૮ ચલ
  • સાજે ૧૫-૫૩ થી ૧૭-૨૦ અમૃત
  • સાજે ૧૯-૦૫થી ૨૦-૨૯ લાભ
  • રાત્રે ૨૧-૫૩ થી ૨૩-૧૮ શુભ

સૌથી પ્રથમ ગણેશજીની પૂજા કરવાથી કાર્ય નિર્વિઘ્ને પાર પડે

ગણેશજીને શાસ્ત્રમાં પ્રથમ પૂજ્ય દેવ કહ્યા છે સૌથી પ્રથમ ગણેશજીની પૂજા કરવાથી કાર્ય નિર્વિઘ્ને પાર પડે છે અને જીવનમાં શુભતા આવે છે વિઘ્નો દૂર થાય છે તેમજ કાર્યોમાં સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. માટે આ જ આશયથી ભક્તો ગણેશ ચતુર્થીના પર્વ થી ગણેશજી નું સ્થાપન પોતાની આસ્થા અનુસાર માટીની મૂર્તિ લાવી અથવા બનાવી ઘર ઓફિસ ફેક્ટરી પર ગણેશ સ્થાપન કરી આસ્થા અનુસાર પૂજન કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.