ગ્રહોની ગતિ અને લીલા ન્યારી છે જો તે સવળા ઊતરે તો જીવનમાં ખુશી જ ખુશી અને અવળા ઊતરે તો જીવવુ હરામ કરે છે. આપણે જ્યોતિષીના મુખે સાંભળતા હોઇએ છીએ કે તમારો સૂર્ય ઉચ્ચનો છે એટલે તમને નામના મળશે પણ જો ઉચ્ચના સૂર્ય સાથે શનિ જોડાય તો જાતકના હાલહવાલ અતિ બૂરા થાય, કારણ કે અહીં બળવાન સૂર્ય સાથે નિર્બળ અને નીચનો શનિ જોડાયો.
આમ યુતિનાં ફળ નોખાં અનોખાં અને ગૂઢ હોય છે.
કુંડળીમાં વિષયોગ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં શનિ અને ચંદ્ર સાથે બેઠા હોય તો વિષયોગની રચના થાય છે. શનિ અને ગુરુની પ્રતિયુતિ થતાં જાતક પોતાની જાતને વધુ હોશિયાર માની લે છે અને પડશે તેવા દેવાશેની વૃત્તિ રાખી પોતાની શક્તિઓ વિશે મનમાં મોટો ફાંકો રાખીને ચાલતા હોય છે.
ચંદ્ર-શનિની આ યુતિ એટલે કે વિષયોગ જાતકને ધનનું સુખ આપે છે નામ આપે છે, પણ અતિ નિર્બળ મન આપે છે જેના કારણે આવા જાતકો મનથી કપટી અને આપઘાતની મનોવૃત્તિવાળા હોય છે.
જો આ યોગ દરમિયાન જન્મેલા જાતક જો કોઇનુ સારૂ કરે તો પણ અપયશ મળે છે. આ યોગના કારણે તેના પોતાના અંગત મિત્રો દ્વારા છેતરવામાં આવે છે.
આ યોગ જો કોઇ મહિલાની કુંડળીમાં રચાય તો તેને ભારે સંઘર્ષ કરવો પડે છે. પુત્રની કુંડળીમાં આ યોગ હોય તો જન્મ આપતાની સાથે જ માતાનું મૃત્યુ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.